________________
(૩) આરાધનાની જેમ આરાધનાના ઉપકરણો પ્રત્યે પણ અહોભાવ
કેળવાનનો છે. (૧) ઉપકરણો ગમે તેમ રખડતા ન રાખવા. (૨) પગ ન લગાડવો. (૩) થુંક ન લગાડવું. (૪) સમયસર ઉપયોગપૂર્વક પડિલેહણ કરવું. (૫) ઉપકરણની મૂછ ન કરવી. (૬) અવસરોચિત ઉપયોગ કરવાની કાળજી રાખવી, (૭) અયતના દ્વારા ઉપકરણને અધિકરણ ન બનાવવા. આ સાત બાબતનું લક્ષ રાખીએ તે ઉપકરણ પ્રત્યે અહોભાવ - આદરભાવ કહેવાય. ઉપકરણ પ્રત્યે આવો આદરભાવ હોય તો આરાધનાના અવસરે ઉપકરણો | સામગ્રી સહજ રીતે અંતરાય વિના પ્રાપ્ત થાય. બાકી તેના અંતરાય બંધાય. તેના ફળરૂપે ભણવાના અવસરે પુસ્તક - પ્રત ન મળે, ભણાવનાર ન મળે, પોતે માંદા પડે, પોતાને ભણવાનો ઉત્સાહ ન જાગે, જ્ઞાન ન ચઢે, ભણાવનારને આપણને ભણાવવાનો ઉત્સાહ ન જાગે, ભણાવનાર માંદા પડે.. આવી બધી મુશ્કેલીઓ નડે. બીજી આરાધનામાં પણ આ રીતે સમજી લેવું. માટે દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાના કોઈ પણ ઉપકરણો પ્રત્યે ઉપરોક્ત સાત બાબતને સાચવવા
કાળજી રાખવી. (૪) આપણાં ઉપાસ્ય છે ભવોદધિતારક ગુરુદેવ. તેમના પ્રત્યે
અહોભાવ એટલે “મારા સંસારનો મૂળથી ઉચ્છેદ કરનારા આ ગુરુદેવ છે. મારો મોક્ષ ગુરુદેવના હાથમાં છે. ગુરુદેવના હૈયામાં મારું એકાન્ત કલ્યાણ રહેલું છે.” એવી લાગણીને ૨૪ કલાક કાયમ ટકાવવી. ગુરુના કડક ઠપકા, કટુ શબ્દો, અપમાન, ગરમાગરમ હિતશિક્ષા, ચોયણા-પડિચોયણા વગેરેમાં પણ તેમના પ્રત્યે અહોભાવને ઉછાળતા રાખવાની સૌથી મોટી જવાબદારી આપણા માથે છે. ગુરુદેવની કઠોરતા એ કરુણાનો પર્યાયવાચી શબ્દ છે. ગુરુની કડકાઈમાં કૃપાના દર્શન કરતાં
-૧૧૦+