________________
(૩) એમના પ્રત્યે ગુણાનુરાગ કેળવવો, એમનું (૪) સ્થિરીકરણ (૫) વાત્સલ્ય (૬) ઉપબૃહણા કરવામાં આળસ ન કરવી, (૭) એમની આરાધનામાં અંતરાય ન કરવો, (૮) એમની નિંદા ન કરવી, (૯) એમની પ્રશંસા કરવી. - સહવર્તી સાધમિક આરાધકો પ્રત્યે આટલું કરીએ તો જ ખરા અર્થમાં સહવર્તી અને દૂરવર્તી, અઢી દ્વીપવર્તી, ત્રિકાળવર્તી તમામ સાધર્મિકો-આરાધકો પ્રત્યે અહોભાવ રાખવાનો લાભ મળે. આ છેલ્લું છઠ્ઠું પરિબળ નબળું પડે તો આરાધના વગેરે પૂર્વના પરિબળો પણ પોકળ અને પાંગળા બની જાય તેવું શક્ય છે.
સિંહગુફાવાસી મુનિ, પીઠ, મહાપીઠ વગેરે આરાધનામાં નિષ્ણાત બનવા છતાં, ઈર્ષાના લીધે સહવર્તી સાધર્મિકની પ્રશંસા સહન ન કરી શકવાથી આધ્યાત્મિક ક્ષેત્રે ઘણી નુકશાની વહોરી બેઠા.
જ્યારે સાધર્મિક પ્રત્યે અહોભાવ-ભક્તિના લીધે સંભવનાથ ભગવાનના જીવે પૂર્વના ત્રીજા ભવમાં તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોમાં શ્રી ઉમાસ્વાતિજી મ. અને શ્રી હરિભદ્રસૂરિજી મ. તો ત્યાં સુધી કહે છે કે સાધર્મિક આપણે ત્યાં પધારે અને આપણું મોટું - હૈયું બગડે, રોમરાજી પુલકિત ન થાય તો સમ્યગ્દર્શનના પણ ફાંફા છે. આમ ઉત્તરોત્તર એ તત્ત્વો ચઢિયાતા છે, અધિક મહત્ત્વના છે, આત્મસાત કરવા અઘરા છે. આ છ એ તત્ત્વો પ્રત્યે જિનાજ્ઞા મુજબ પારમાર્થિક અહોભાવ કેળવીએ તો જ સંયમજીવન સફળ બને. આવું કરીને વહેલા પરમપદે પહોંચીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
(લખી રાખો ડાયરીમાં...) મન ઉકળાટવાળું હોય તે કદાચ સંયમીના કપડા પહેરી શકે, પણ સંયમમાં ઠરી ન શકે.
११३