________________
ગુરુ પાસેથી ૧૭ હલ્લો મેળવીએ. પ્રસન્નતાથી સહન કરે તે સાચો સંયમી. માત્ર ગુરુનું સહન કરે તે જધન્ય કક્ષા. સાધર્મિકનું સહન કરે તે મધ્યમ કક્ષા. તમામનું પ્રસન્નતાથી સહન કરે તે ઉત્તમ કક્ષા. સંયમજીવનમાં સહન કરી કરીને સહન પણ શું કરવાનું છે ? પૂર્વેના કાળમાં જે તકલીફ - કષ્ટો - અગવડો – સમસ્યાઓ હતી તેના દશમા ભાગનું પણ સહન ન કરવું પડે તેવી આજકાલ સંઘવ્યવસ્થા, જૈનકુળવ્યવસ્થા વગેરે છે. ભૂખતરસ, ઠંડી, ગરમી, મચ્છર, વિહાર વગેરે પરિષહો પણ આજકાલ સરળ થઈ ગયા છે. છતાં આજે એક ચીજ - એક પરિષહ સહન કરવાનો ઉભો છે. તે છે આક્રોશ પરિષહ.
ઉપકારી, વડીલ કે ગમે તે વ્યક્તિ કડવા વચન સંભળાવે, આક્રોશ વરસાવે છતાં તેની અસર મન ઉપર ન લે તે ઉત્તમ ભૂમિકા. કોઈ કડક – કટુવચન સંભળાવે તો જ તેની અસર લે અને કાળક્રમે તે અસર ભૂંસી નાખવા પ્રયત્ન કરે તે મધ્યમ ભૂમિકા. કોઈ કડવા વચન ન સાંભળે તો પણ તેની અસર લે તે અધમ ભૂમિકા. દા.ત. કોઈ બે વ્યક્તિ વાત કરતાં – કરતાં વચ્ચે આપણી તરફ જુએ અને “આપણી તે નિંદા કરે છે તેવો ભાવ જાગે તો અધમ ભૂમિકા સમજવી. કોઈ કડવું સંભળાવે તો તેની મનમાં ગાંઠ મારે અને તેની ભૂલ-છિદ્ર જોવાની વૃત્તિ રાખે તે પણ અધમ ભૂમિકા છે.
બધાના કદાચ કડવા વચન સહન ન થઈ શકે. પરંતુ કમ સે કમ ગુરુનું કડવું વચન સહન કરવાની તો વિશેષ પ્રકારે ટેવ પાડવી. ગુરુનું કડવું વચન વગેરે પ્રસન્નતાપૂર્વક સહન ન કરે તેણે બીજા બધાનું લાચારીથી સહન કરવું જ પડે તેવી સ્થિતિ કર્મસત્તા સર્જે છે.
११४