________________
ખરી કે “હું સત્ત્વહીન છું. દાંડા ઉપર જેટલી મને શ્રદ્ધા છે તેટલી સંયમમાં શ્રદ્ધા નથી.” આટલી પણ જાગૃતિ હોય તો પાપના અનુબંધ તો ન જ પડે. આના બદલે વિચાર આવે કે “દાંડો તો લેવો જ પડે. તે સિવાય મને કોણ બચાવે ? કૂતરું કરડી જાય તો મારે જ ૧૪ ઈજેક્શન લેવા પડે ને !” આવો સંયમનિરપેક્ષ કઠોર વિચાર આવે તો સમજવું કે પ્રાયઃ આપણે દેહાત્મભેદજ્ઞાનની કે સંયમની સ્પર્શના કરતા નથી. સંયમી ક્યારેય સંયમવિરુદ્ધ પ્રવૃત્તિ કરે નહિ. કદાચ તેવી પ્રવૃત્તિ કરવી પડે તો ત્યારે પણ તેને ડંખ હોય, મોક્ષમાર્ગ મેળવવાની પ્રબળ ભૂખ હોય.
શાસ્ત્રો ન ભણીએ, “મને શું લાગુ પડે છે?” તે યાદ ન રાખીએ, Apply પણ ન કરીએ, બેદરકારીથી સાંભળીએ, નોંધ ન કરીએ તો ફાયદો શું ? શાસ્ત્રનું વાંચન-તેની નોંધ-અણીના સમયે શાસ્ત્રવચન યાદ કરવા-આ બધું થાય તો મોક્ષમાર્ગનો પક્ષપાત ઉભો થાય. “ધન્ય છે તે મહાત્માને કે સિંહ સામે દાંડો ઉંચકવા જતા અંતર્મુખ બનીને કેવળજ્ઞાન મેળવી લીધું..... હું ક્યારે એ ભૂમિકાએ પહોંચીશ ?” આવા પરિણામ હોય તો સંવિગ્નપાક્ષિકની ભૂમિકા પણ ટકે. એના બદલે “આવું તો કરવું જ જોઈએ.” એમ ઉન્માર્ગનો પક્ષપાત કરવાથી તો પાપાનુબંધી પાપ જ બંધાય. મોક્ષમાર્ગની ઉપેક્ષાથી ૧૪ પૂર્વધરો પણ તે જ ભવમાં નિગોદમાં ગયા તો આંતરિક મોક્ષમાર્ગની રુચિના સ્તરે પણ નિરંતર ઉપેક્ષા જ કરશું તો આપણી શું હાલત થશે ?
ભગવાનના વચન યાદ કરીએ, તેમાં રુચિ જોડીએ, તે પ્રમાણે અનુસરવાના પરિણામ ઉભા કરીએ તો ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. “આ તો એક જ કૂતરું ભસે છે, તે પણ પાછું માયકાંગલું છે. કમ સે કમ આજે તો દાંડો ઉંચકવો જ નથી.” આવું બે-ચાર પ્રસંગોમાં પણ કરીએ તો પ-૧૫ ભવ પછી ભાવસંયમ મળી શકશેતેવું લાગે છે. માત્ર પડિલેહણ વગેરે પ્રવૃત્તિથી સંયમી થવાતું નથી. એવી પ્રવૃત્તિમાં તો અનંતા ઓઘા પસાર થઈ ગયા. માર્ગની રુચિ
૪૧૬