________________
પક્ષપાત જાગે, અણીના સમયે જિનાજ્ઞા યાદ આવે, તેને આચરીએ તો ભાવસંયમ મળે. દેખાદેખીની પ્રવૃત્તિ કરીએ કે દેખાડવા, કહેવા, બોલવા માટે શાસ્ત્રવાંચન કરીએ... આ બધાથી આત્મકલ્યાણ ન થાય.
જેટલું અતિરિક્ત હોય તે અસમાધિમાં જોડે છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજા જણાવે છે કે વધુ પડતા ઉપકરણ પણ અધિકારણ બને છે. માટે જે જે બિનજરૂરી હોય તે બીજાને આપો તો લાભ મળે અને ઉપયોગશૂન્ય હોય તો પરઠવી દો તો ભાવસંયમ મળે.
સૌપ્રથમ તો વધારે = બિનજરૂરી રાખવું જ નહિ. જે જરૂરી ઉપકરણ રાખેલ હોય તેની પણ મૂછ ન રાખવી. તો તે અધિકરણ ન બને. જરૂરી ઉપકરણ રાખવા છતાં અવસરે તેનો ઉપયોગ ન કરીએ તો તે પણ એક પ્રકારની મૂછ જ કહેવાય. “પૂજવાથી ઓઘો બગડી જશે' એમ વિચારીને ઓઘાથી જગ્યા પૂંજ્યા વિના આસન પાથરીએ તો તે ઓઘાની મૂછ જ કહેવાય. ઓઘાનો પ્રશસ્ત રાગ દેવલોક આપે અને તેની જ મૂછ દુર્ગતિ આપી શકે. દંડાસણનો ચોમાસી કાપ કાઢ્યા બાદ માંડલીનો કાજો લેવા આપણા દંડાસણના બદલે બીજાનું દંડાસણ કે સંઘનું દંડાસણ લઈએ તો આપણું દંડાસણ મૂછના લીધે આપણા માટે અધિકરણ બને. આવી તો ઘણી બાબતો છે.
આપણે ઘણું છોડી દીધું છે. ખાવા માટે દીક્ષા નથી લીધી પણ આરાધના કરવા માટે જ દીક્ષા લીધી છે. પરંતુ દેખાદેખીથી બીજાની બેદરકારીને, બીજાની નબળી પ્રવૃત્તિને આપણામાં ઉતારીએ તો ઉપકરણ છે તે અધિકરણ બને અને પ્રવૃત્તિ પણ અધિકરણ બને. જોયા વગર ચાલવાની પ્રવૃત્તિથી કીડી મરે. તેથી જયણા વગરની તેવી પ્રવૃત્તિ પણ અધિકરણ જ છે ને જે જે અધિકરણ છે તે તે અસમાધિ કરાવનાર છે અને જે જે ઉપકરણ છે તે તે સમાધિ કરાવનાર છે.
આપણો તરપણીનો દોરો કોઈ મહાત્મા ગોચરીમાં લઈ ગયા અને પાછો આપ્યો ત્યારે જોયું તો દોરો ખરડાયેલો હતો. દોરાની મૂછથી સામેના પર દ્વેષ કે અણગમો થયો તો સમજવું કે દોરો
----૪૧૭
४११