________________
અધિકરણરૂપ બન્યો, પાપબંધ કરાવનાર થયો. જ્યાં સુધી અધિકરણ વોસિરાવો નહિ ત્યાં સુધી પાપબંધ ચાલુ રહે. બીજી વાર તે મહાત્મા દોરો લેવા આવે અને ના પાડીએ તો તે દોરો દઢ અધિકરણ બને. નાનકડા દોરા ખાતર મહાત્મા પ્રત્યે દ્વેષ કર્યાનો પસ્તાવો થાય પાછા વળીએ- ‘મિચ્છામિ દુક્કડમ્' દઈને તેમની સાથે પૂર્વવત વાત કરવા જઈએ તો પાપબંધ અટકે. આવું ન કરીએ ત્યાં સુધી પાપબંધ ચાલુ રહે. અધિકરણિકી ક્રિયા અને પ્રહેષિકી ક્રિયા ચાલુ રહે. ભૂલની આલોચના-પસ્તાવો કરીએ નહિ, બીજી કોઈ બાબતમાં સામેથી તે મહાત્મા પ્રેમથી પૂછે તો પણ આપણે જવાબ ન આપીએ તો સમ્યક્ દર્શન કેવી રીતે આવે અને ટકે ?
કોઈ મહાત્મા બોલપેન-કામળી-કપડા-ઝોળી વગેરે લેવા આવે અને તેને ના પાડી દઈએ, તેને ના પાડ્યાનો પસ્તાવો ન કરીએ, તેની ક્ષમા ન માગીએ, “લઈ જજો” એમ વિનંતિ ન કરીએ તો આંતરિક મોક્ષમાર્ગ કઈ રીતે મળે ? આવું થતું હોય તો ‘આના લીધે જ અંત૨માં ભગવાનનો માર્ગ ન ખુલ્યો, ન મળ્યો' –એમ સમજવું રહ્યું. ગતાનુગતિક પ્રવૃત્તિથી ભગવાનનો માર્ગ ન ખૂલે પણ સંયમી પ્રત્યેના હાર્દિક સદ્ભાવથી અને સહાયકભાવથી જ તે ખૂલે.
૪૧૮