________________
પાંચમું–છટકું અસમાધિસ્થાન છોડીએ.
સંયમ = ડગલે ને પગલે સમાધિ મેળવાની કેળવણી. તે માટે અસમાધિના સ્થાન છોડવાના. તેમાં આપણે ચાર બાબતનો વિચાર કર્યો. (૧) વવવ વરિ, (૨) તુષ્ટમાર્ગન, (૩) પ્રમાર્ગન, (૪) તિરિ उपकरण.
આજે પાંચમું સ્થાન વિચારીએ- રાક્ય પરિમાસિય રત્નાધિક એટલે જેના દર્શન - જ્ઞાન- ચારિત્રના પર્યાય વધારે છે, જે આપણા કરતા દીક્ષામાં મોટા છે તેવા સંયમી. આવા રત્નાધિકનો અપલાપ કે પરાભવ કરવો તે પણ અસમાધિનું સ્થાન છે.
(૧) આપણા વડીલ સાધુ ભગવંત જન્મથી/જાતિથી લુહાર, કુંભાર હોય તે વાત યાદ કરાવી તેનું અપમાન કરવામાં સામે રહેલ વ્યક્તિને અસમાધિ થાય અને સામેના પ્રત્યે આવા શબ્દોથી દુર્ભાવને વ્યક્ત કરનારા એવા આપણને પણ સંયમીની આશાતના કરવાથી, સંયમના અંતરાય બાંધવાથી, દુર્લભબોધિ થવાથી ભવિષ્યમાં અસમાધિ થાય.
(૨) શ્રતથી સામેવાળી વ્યક્તિનો પરાભવ કરવો. જેમ કે “પાંચ વર્ષના પર્યાયવાળા એવા મને ખબર છે કે “બે રાત પછી દહિ અભક્ષ્ય થાય' અને ૫૦ વર્ષ પછી પણ તમે આટલું ભણ્યા નથી !” નાના સાધુને પણ આ રીતે ન કહેવાય તો પછી મોટાને તો આમ તોછડાઈથી શી રીતે કહેવાય! અલ્પજ્ઞાનવાળાનો પરાભવ કરવાથી પોતે જ્ઞાનના અંતરાય બાંધે.
મળેલી ચીજનો મદ હોય તો જ તે ચીજ જેની પાસે નથી તેનો પરાભવ થઈ શકે. પોતાની વિશિષ્ટ બોલપેનની પોતાને મહત્તા ન
१. रायणियपरिभासी राइणिओ-आयरिओ अण्णो वा जो महल्लो जाइसुयपरियायादीहिं तस्स परिभासी परिभवकारी असुद्धचित्तत्तणओ अप्पाणं परे य असमाहीए जोयइ ।
૪૧૯