________________
છે. કેમ કે ‘ગુરુવારતત્ત્વમેવ ચ તવહુમાનાત્તાશયાનુંતં પરમગુરુપ્રાપ્લેરિહ વીન' (૨/૧૦)' આવું ષોડશક પ્રકરણમાં જણાવેલ છે. આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. સદ્ગુરુ સદ્ગુણથી સમૃદ્ધ છે. તો પરમાત્મા સદ્ગુણથી પરિપૂર્ણ છે. સદ્ગુણથી સમૃદ્ધ સદ્ગુરુની બિનશરતી શરણાગતિ આવે તો જ સદ્ગુણથી પરિપૂર્ણ એવા પરમગુરુ પરમાત્માનો આપણા દિલમાં પ્રવેશ થાય. તથા આપણા હૃદયમાં પરમાત્મા પધારે તો જ ક્લિષ્ટ કાળા કર્મો ખલાસ થાય, મલિન અનુબંધ રવાના થાય. ધર્મબિંદુ ગ્રંથમાં આ અભિપ્રાયથી જ કહેલ છે કે “તિ સ્થિતે હૈં શાતિ વિસ્તષ્ટવિશ્વમ' (૬/૪૮) અર્થાત્ ભગવાન હૃદયમાં બિરાજમાન થાય તો ચીકણાં કર્મ રવાના થાય. સદ્ગુરુને સદ્ભાવથી જે દિલમાં ન બેસાડે તેના દિલમાં ક્યારેય પરમગુરુનો પ્રવેશ ન જ થાય. ભલે ને તે ઉગ્ર તપશ્ચર્યા, દીર્ઘકાલીન સ્વાધ્યાય, જાપ કે કષ્ટસાધ્ય સાધના કરે. કુલવાલક મુનિનું જીવન વિચારશો તો આ વાત સમજાઈ જશે. માટે સંયમજીવનને સફળ બનાવવા માટે સરળ, સુરક્ષિત અને ટુંકો માર્ગ એ જ છે કે સદા સર્વત્ર પ્રસન્નતાપૂર્વક બિનશરતી ગુરુશરણાગતિને અપનાવીએ. મોક્ષે જવાનો આ એક જ અમોઘ રામબાણ ઉપાય છે. પણ તેને મેળવવા માટે પૂર્વે જણાવેલી ૩ દુર્લભ ચીજ (સરળતા, નમ્રતા અને વિશુદ્ધ સૌમ્યભાવ ઉપશાંત પરિણતિ) મેળવવી જ પડે. તે ત્રણ હોય તો જ ચોથી ચીજ મળે.
=
હાર્દિક સરળતા + નમ્રતા + વિશુદ્ધ ઉપશમભાવના સહારે કેળવેલી બિનશરતી ગુરુશરણાગતિથી જ મેળવી શકાય, કેળવી શકાય તેવો અનાસક્તભાવે દેહાધ્યાસત્યાગ, નામાધ્યાસત્યાગ અને કામાધ્યાસત્યાગ આવે તો બે કે ત્રણ ભવમાં જ મોક્ષ થાય તેમાં કોઈ સંદેહ નથી.
આપણે વિચારેલ ચાર દુર્લભ ચીજનો રહસ્યમય ગૂઢ ઉલ્લેખ શાસ્ત્રમાં મળે છે. આ બધી વાતો મારી રીતે મેં ઉપજાવી કાઢેલ નથી. તે શાસ્ત્રવચનની વિચારણા આગળના પત્રમાં કરશું.
૪૮