________________
ઉત્તધ્યયન ક્ષત્ર ઉચ્ચ
ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવેલ છે કે “વત્તરિ પરમંડળ સુfહાળીદ રંતુળો માધુરં સુ સજા સંગમ ય વરિયા” મતલબ કે જીવને અહીં ચાર ચીજ મળવી દુર્લભ છે. (૧) મનુષ્યભવ, (૨) ધર્મશ્રવણ, (૩) જિનવચનની શ્રદ્ધા અને (૪) સંયમમાં પુરુષાર્થ. પણ આ વાત ખૂબ જ માર્મિક છે. અનંત વાર આપણે બધા નવરૈવેયકમાં ઉત્પન્ન થયા છીએ - આવી વાત પન્નવણા, જીવાભિગમ, ભગવતીજી, પંચવસ્તુ વગેરે ગ્રંથોમાં આવે છે. તેથી ઉપરની ચારેય ચીજ અનંત વાર આપણને મળેલી જ છે - એવું સિદ્ધ થાય છે. આ વાત આપણે આગળ (પૃષ્ઠ ૧૭) વિસ્તારથી વિચારી ગયા. છતાં પણ તે ચાર ચીજને દુર્લભ બતાવવાની પાછળ શાસ્ત્રકારોનો આશય ખૂબ જ ગંભીર છે.
શ્રી તત્ત્વાર્થસૂત્રમાં શ્રીઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે “માયા તૈર્યોની” અર્થાત માયા પશુગતિનું કારણ છે. અને સરળતા એ મનુષ્યગતિનું કારણ છે.
(૧) માનવભવને દુર્લભ કહેવાની પાછળ શાસ્ત્રકારોનો ભાવ એ છે કે મોક્ષે ન પહોંચીએ ત્યાં સુધી સતત માનવભવ આપે તેવી સરળતા -ઋજુતા-અવક્રપરિણતિ મળવી ખૂબ જ દુર્લભ છે.
(૨) બીજી દુર્લભ ચીજ તરીકે ધર્મશાસ્ત્રનું વાંચન નહિ પણ શ્રવણ-આવો શાસ્ત્રોબ્લેખ એમ સૂચવે છે કે જ્ઞાનાવરણનો તીવ્ર લયોપશમ હોય તો સ્વયં શાસ્ત્રવાંચન કદાચ થઈ શકે. પણ શાસ્ત્રશ્રવણ તો ગુરુ પાસે જ થાય અને ગુરુ પાસે શાસ્ત્રશ્રવણ કરવા માટે વિનય કરવો જ પડે. વિનય કરીએ એટલે અહંકાર તૂટે, નમ્રતા આવે. માટે “શાસ્ત્રશ્રવણ દુર્લભ છે. આવું કહેવાની પાછળ તાત્પર્યાર્થ એ છે કે મોક્ષે ન પહોંચીએ ત્યાં સુધી સતત શાસ્ત્રશ્રવણ ગુરુ ભગવંતના શ્રીમુખેથી કરવા માટે જરૂરી એવી
૪૯