________________
જ્ઞાનોપાર્જન પણ સ્પર્ધા, ઈર્ષ્યા, દેખાદેખી, સ્વપ્રશંસા, પ્રસિદ્ધિ, સુખશીલતા, પ્રમાદ વગેરે દોષોને જન્માવે તો નુકસાનકારક બનવાની સંભાવના નકારી ના શકાય. ગોખણપટ્ટી, ગાડરીયાવૃત્તિ, અનુપયોગ, ગ્લાનસેવાઅરુચિ વગેરેથી પ્રેરિત સ્વાધ્યાયપ્રવૃત્તિ પોતાની જાતે જ્ઞાનોપાર્જનની ભૂમિકાએ ગોઠવાઈ જાય. તે આધ્યાત્મિક લાભ આપે તેવી શક્યતા પણ ઓછી છે. વાસ્તવમાં તો જ્ઞાનનું પણ પ્રગટીકરણ કરવાનું જ લક્ષ્ય જોઈએ. આત્મસ્વરૂપને અનુભવવાની તાલાવેલી, જિનોક્ત તારક તત્ત્વની જિજ્ઞાસા, વિનય, મારક તત્ત્વથી દૂર રહેવાની સાવધાની, જ્ઞાની પ્રત્યે અહોભાવ વગેરે પાવન પરિબળો પાયામાં ભળે તો જ વાચના-પૃચ્છના-પરાવર્તના વગેરે સ્વાધ્યાયપ્રવૃત્તિને જ્ઞાનપ્રગટીકરણની કક્ષામાં ગોઠવી શકાય.
માનાકાંક્ષા, મહત્ત્વાકાંક્ષા, ઈર્ષ્યા, ખાનાર પ્રત્યે દ્વેષ, સ્વાધ્યાયનો કંટાળો વગેરે ચાલક બળના જોરથી થતી તપપ્રવૃત્તિને ઉપાર્જનની હરોળમાં મૂકી શકાય. આહાર પ્રત્યે અનાસક્તિ, નમ્રતા, સ્વાધ્યાય, માન-સન્માનની નિસ્પૃહતા, અણાહારીપદ પ્રાપ્તિની ઝંખના, આજ્ઞાપાલન પરિણામ, આત્મસ્વરૂપનું અનુસંધાન, અપ્રમત્તતા વગેરે ચાલકબળથી પ્રેરિત તપોયોગને પ્રગટીકરણની કક્ષામાં પ્રતિષ્ઠિત કરી શકાય. આ રીતે તમામ આરાધનામાં સમજી લેવું.
વાસ્તવમાં આપણે કશું ઉપાર્જન કરવા દીક્ષા લીધી નથી. શિષ્ય, માન-સન્માન, પદવી, પ્રસિદ્ધિ, આદર, કદર, ટ્રસ્ટ, ભંડોળ, ફંડ-ફાળા વગેરેનું ઉપાર્જન મોક્ષમાર્ગે આગળ વધવામાં બાધક બની ન જાય તેની તકેદારી પર્યાય વધવાની સાથે ખાસ ગંભીરતાથી કેળવવા જેવી છે. ગુણમય આત્મસ્વરૂપના પ્રકટીકરણમાં સર્વત્ર સર્વદા સર્વથા મસ્ત રહેવામાં આવે તો જ શ્રીભગવતીસૂત્રમાં નિર્દિષ્ટ અનુત્તરવાસી દેવની તેજોલેશ્યાનું અતિક્રમણ આપણા માટે અનુભવગમ્ય બની શકે. દીક્ષા લેતી વખતે જો પ્રકટીકરણનું જ લક્ષ્ય હોય તો દીક્ષા પછી ઉપાર્જનનું લક્ષ્ય શા માટે રાખવું? શું આ જાત
૩૫૪|