________________
સાથે છેતરપિંડી ન ગણાય ? ટેમ્પરરી મેળવીને પરમેનન્ટને છોડવાની મૂર્ખાઈ ન કરવાનો આપણા દ્વારા ગૃહસ્થને અપાતો ઉપદેશ શું આપણે જ અમલમાં નહિ મૂકીએ ? આટલા લાચાર, પરવશ અને અસમર્થ બની જઈએ તે સંયમીને કઈ રીતે શોભે ?
એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે પ્રગટીકરણની દુનિયામાં અંતરંગ પ્રવેશ કર્યા પછી જ સહજ ભાવે થતું શિષ્યાદિઉપાર્જન સ્વ-પર માટે કલ્યાણકારી બની શકે. બાકી ખેંચાણ, ખેંચતાણ, તણાવ, ઉગ્રતા, સ્પૃહા વગેરેના વમળમાં ખેંચી જવાનું દુર્ભાગ્ય દૂર ન રહે.
ઉપાર્જન પરાધીન છે, પુણ્યાધીન છે, સંયોગાધીન છે, વિનશ્વર છે, સોપાધિક છે. જ્યારે પ્રકટીકરણ તો સ્વાધીન છે, અવિનાશી છે, નિરુપાવિક છે. આ વાત હૃદયસ્પર્શી રીતે જચે પછી આધ્યાત્મિક જગતમાં એકાંતે કલ્યાણ છે. પ્રભાવક બનવા કદાચ ઉપાર્જનની દુનિયામાં પ્રવેશ કરવો જરૂરી હોઈ શકે. પરંતુ આરાધક બનવા પ્રકટીકરણની દુનિયામાં પ્રવેશ કર્યા વિના છૂટકો જ નથી. પ્રભાવક બન્યા વિના અનંતા જીવો મોક્ષે ગયા છે. આરાધક બન્યા વિના એક પણ જીવ મોક્ષે ગયો નથી. અને આપણે મોક્ષે જવા દીક્ષા લીધી છે. આ વાત કદાપિ (દીર્ઘ સંયમપર્યાય પછી પણ) ભૂલાવી ન જોઈએ.
આરાધક બનવા ગુણોના પ્રગટીકરણમાં લાગી જવું કે પ્રભાવક બનવા પુણ્યના ઉપાર્જનમાં દોડવું? તેનો આખરી નિર્ણય તો આપણે પોતે જ કરવાનો છે. આરાધક મર્યા વિના પ્રભાવક બનીને શાસનસંઘ-સદ્ગુરુના ઋણમાંથી કાંઈક મુક્તિ મળતી હોય તો તે બિલકુલ ખોટું નથી. પરંતુ જાતને ભૂંસીને, વિરાધક બનીને પરોપકાર કરવાનું તો તારક તીર્થકર ભગવંતને માન્ય નથી જ. માટે જ અંધકસૂરિને ૫૦૦ શિષ્યો લઈને સંસારી બેન-બનેવીને પ્રતિબોધ કરવા જવાની સંમતિ શ્રી મુનિસુવ્રતસ્વામીએ ન આપી ને ?
- - ૩૫૫
૩૫૫