________________
શાસનરક્ષાની ચટાકેદાર વાતો, પશ્ચિમના આક્રમણમાંથી છૂટવાની ભપકાદાર રજૂઆત વગેરે કરીને પોતાની પ્રેસ્ટીજ-ઈમેજ-ગુડવિલને જ જોરદાર કરવાનો ઈરાદો જોર કરતો નથી ને? આની તપાસ કરવામાં ન આવે તો શુભ અનુબંધ કઈ રીતે પડે ? પરંતુ આજે જ્યારે સાધનનો જ યુગ સ્ફુટનિક ગતિએ પુરજોશમાં આગળ દોડે છે અને સાધનાનો યુગ ગોકળગાયની ગતિએ ચાલે છે તેવા આ કપરા કલિકાલમાં ઉપરની વાતો વિચારવાની ફુરસદ પણ કોને હશે ? પણ ઠરેલ મનથી જે આરાધક આના મનન-સ્વીકાર-અમલની ભૂમિકાએ પહોંચશે તેના માટે આત્મકલ્યાણ દૂર નહિ હોય. યા એવા જ આત્માર્થી સંયમીના સૂક્ષ્મબળથી સાનુબંધ પરોપકાર સહજભાવે, જગત ન જાણે તેમ, થયે રાખશે -આ વાત સુનિશ્ચિત છે.
લખી રાખો ડાયરીમાં...
એક દૃષ્ટિએ સ્ત્રી હાડકાનો માળો, માંસની કોથળી, રાખનો ઢગલો, અશુચિનું ઘર, નરકની દીવડી છે. બીજી દૃષ્ટિએ માતા, બહેન, તીર્થંકરજનની, રત્નકુક્ષિ, સાધર્મિક, મહાસતી, સિદ્ધસ્વરૂપ છે.
આ જાણીને સ્ત્રી પ્રત્યે ધિક્કાર કરવો કે લાગણી રાખવી? ના.. ના... સ્ત્રી તરફ મધ્યસ્થતા જ બરાબર છે.
સર્પના મુખમાં અમૃતનો વાસ હોતો નથી. સંસારમાં પરિપૂર્ણ શુદ્ધ ધર્મનો વાસ હોતો નથી.
• ગુરુનું અનુશાસન જેને કટકટ અને ટકટક લાગે તેણે પરમાધામીની કટાકટ અને ખચાખચ સહન કરવા તૈયાર
રહેવું.
૩૫૬