________________
#કણપ્રાિનો લક્ષ્યાર્થ
એક વાત ગંભીરતાથી સમજી લેવા જેવી છે કે જે દોષના સેવનનો અવસર-તક મળે કે તરત જ, ખચકાટ વગર, દેખાદેખીથી, આવશ્યકતા વિના દોષસેવન કરીએ તો તેવા સંયોગ ન મળવાથી આપણે જે દોષનું સેવન નથી કરતા તેની જ્ઞાનીની દૃષ્ટિએ બહુ કિંમત નથી. પરણેલો કામી ગૃહસ્થ રાતની મુસાફરીમાં પત્નીની ગેરહાજરીમાં બ્રહ્મચર્ય પાળે તેની કિંમત પારમાર્થિક દૃષ્ટિએ કેટલી હોઈ શકે ? ઈમ્પોર્ટેડ સાધનો, મેવા, મીઠાઈ, ફુટ, ફરસાણ, અતિકિંમતિ લેટરપેડ-પેન-વસ્ત્ર-પાત્ર-પાકીટ આદિ ઉપકરણ વહોરાવનાર કોઈ ન મળે એટલે તેના વિના ચલાવીએ અને ભક્ત મળે કે હોંશેહોંશે લાભ આપીએ તો પરાધીનપણે કરેલા ત્યાગનું બહુ મૂલ્યાંકન આપણા જીવનમાં આંકવાની ભૂલ ન કરવી.
આપણા સહવર્તી એકાસણા-આંબેલ કરતા બંધ થાય, માણસને ઉપધિ ઊંચકવા આપે, પગના મોજાનો ઉપયોગ કરે, રાત્રિ સ્વાધ્યાય ન કરે, “છાપા-પૂર્તિ વાંચે, “મુખવાસ આદિ વાપરે, અવારનવાર કાપ કાઢે, ભક્તોની વચ્ચે ઘેરાયેલા રહે, પ્રશંસા-પ્રસિદ્ધિના ઝેરી વમળમાં ફસાય, વિજાતીય પરિચયમાં ખેંચી જાય, "પ્રોજેકટપ્લાન ઊભા કરે, “અધ્યયન-અધ્યાપનને અભરાઈએ ચડાવે, સાંજે વિહારમાં વધેલ પાણીથી હાથ-પગ-મોઢું ધુવે, દોષિત અભ્યાહત ગોચરીનો લાભ આપે એ બધું જોઈને વિના કારણે, માત્ર દેખાદેખીથી કે સ્પર્ધાથી આપણે પણ તેના જેવા બની જઈએ તો કમ્મપયડી-પંચસંગ્રહ વગેરેમાં બતાવેલ સંક્રમકરણની પ્રક્રિયા એમ કહે છે કે પૂર્વે એ દોષનું સેવન ન કરવાથી બાંધેલ પુણ્ય વર્તમાન કાળે પાપકર્મમાં ઝડપથી રૂપાંતર થવા માંડે છે. કારણ કે પૂર્વે સપ્રવૃત્તિ હોવા છતાં અંદરમાં આપણે અસવૃત્તિને પકડેલી જ હતી. પૂર્વે એ અપ્રગટ હતી. પાછળથી પ્રગટ થઈ. ચાર વર્ષની
-૩૫૭