________________
નિર્વિકારી જણાતી બાળકીમાં જ ૨૪ વર્ષની ઉંમરે વાસનાના તોફાન દૃષ્ટિગોચર થાય છે ને! માટે અપ્રગટ દોષથી નિર્ભય ન બનવું.
આ કેવી દરિદ્રતા છે કે વર્ષો સુધી સ્વેચ્છાથી કરેલા તપત્યાગ-સ્વાધ્યાય વગેરેથી બંધાયેલ પુણ્ય પણ, પાછળથી આપણે દોષગ્રસ્ત બનીએ તો, પાપમાં ફેરવાઈ જાય અને તેના ઉદયમાં કટુ ફળ ભોગવવા પડે. આનાથી ચઢિયાતી અત્યંત કરુણ ઘટના સંયમજીવનમાં કઈ હોઈ શકે? આશ્ચર્યની વાત તો એ છે કે કમ્મપયડી વગેરે ભણનારા-જાણનારા-કંઠસ્થ કરનારા પણ આ દયાજનક પરિસ્થિતનો શિકાર બની જાય છે આ એક જાતનું મોહરાજાનું જ પ્રબળ સામ્રાજ્ય સમજવું ને ! દેખવા છતાં આંધળા! સાંભળવા છતાં ય બહેરા !
-
હૃદયમાં દોષની તીવ્ર રુચિ ઊભી રાખીને પરાધીનપણે લાચારીથી કે દેખાદેખીથી બાહ્ય આરાધના કરીએ કે છાપ સારી રાખવા વિરાધના છોડીએ એ વખતે અનુબંધ મલિન જ બંધાય એ તો બધા સમજી-સ્વીકારી શકે. પરંતુ પ્રસન્નતાપૂર્વક, સામે ચાલીને, ખુમારીથી વર્ષો સુધી આરાધના કરવા છતાં પાછળથી મલિન પુણ્યના ઉદયકાળમાં દોષરુચિ જાગૃત થતાં શિથિલ બનીએ તો પૂર્વબદ્ધ પુણ્ય પણ પાપરૂપે ફેરવાઈ જાય અને સાધકને ખીણમાં ય ફેંકી દે- એ તો કમકમાટી ઉપજાવે તેવી હકીકત છે ને ! મર્દાનગીથી, રુચિપૂર્વક દાયકાઓ, સેંકડો ને કરોડો વર્ષો સુધી ઊગ્ર તપ કરનાર કુલવાલકમુનિ, કંડરિક મુનિ, અગ્નિશર્મા તાપસ વગેરેનો ઈતિહાસ આપણી સામે જ છે ને ? આ માટે જ શ્રીવીરપ્રભુ ‘સમયં ગોયમ! મા પમાયએ'ની શરણાઈ અવારનવાર વગાડતા હશે ને !
વળી, બીજી વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે કલુષિત વિચારનો વિષય નાનો હોય એટલે પાપ નાનું લાગે અને વિષય મોટો હોય તો પાપ ઘણું લાગે - એવો કોઈ નિયમ નિશ્ચયનયને માન્ય નથી. કલુષિત વિચારધારાની તરતમતાના આધારે પાપ
૩૫૮