________________
બંધાય છે. તથા ક્લિષ્ટ વિચારની ઉગ્રતા વધતાં માનસિક રીતે પાપનો વિષય વધી જ જાય છે, ભલે ને વ્યવહારથી બાહ્ય દૃષ્ટિએ પાપનો વિષય નાનો રહે. કર્મબંધ તો કાયિક કે વાચિક યોગ મુજબ નહિ પણ હૃદયના ભાવ મુજબ જ થાય છે એમ ઉપાધ્યાયજી મહારાજે ભાષારહસ્યગ્રંથમાં અત્યંત સ્પષ્ટ પણે જણાવેલ જ છે. તંદુલિયા માછલાનું ઉદાહરણ આપણે જાણીએ જ છીએ ને !
‘આપણી કલુષિત વૃત્તિ-પ્રવૃત્તિનો વિષય નાનો-અલ્પ છે એટલે વાંધો નહિ' આવી ગેરસમજ વહેલી તકે કાઢી નાંખવા જેવી છે. એક સંયમીની આશાતનામાં અઢી દ્વીપના તમામ સંયમીની આશાતનાનું પાપ લાગે છે. એક ગુરુની નિંદા-હીલનામાં ત્રણેય કાળના તમામ ગુરુદેવોની નિંદા-હીલનાનું ચીકણું પાપ બંધાય છે.
વ્યવહારમાં સાધુ-સાધ્વી તરીકે આપણી છાપ ઊભી રહી શકે તે રીતે જેટલી હદ સુધી શિથિલતા પોષી શકાય તેટલી પોષીએ અને મનના પાપને સહવર્તી કોઈ જાણવાના ન હોવાથી માનસિક રીતે દોષરુચિને તીવ્ર બનાવતા જઈએ તો સંસારી જીવ પાપ બાંધે તેના કરતાં પણ વધુ ચીકણા પાપકર્મનો બંધ સંયમજીવનમાં થયે જ રાખે- એમાં કોઈ શંકા નથી. ઉદાહરણથી આ વાત સમજવી હોય તો કહી શકાય કે
(૧) ગૃહસ્થો બ્યુટી પાર્લરમાં જાય અને આપણે વિભૂષા કરીએ. (૨) સંસારી જીવ ટી.વી., વિડીયો જુએ અને આપણે વિજાતીયને કે તેના ચિત્રને છાપ-પૂર્તિ વગેરેમાં રુચિપૂર્વક જોઈએ. (૩) અવિરતિધરો અબ્રહ્મસેવન કરે અને આપણે સજાતીય સ્પર્શ વગેરે કુચેષ્ટા કરીએ.
(૪) ગૃહસ્થો પેપ્સી, કોકોકોલા વગેરે પીવે અને આપણે તેવી જ લાલસાથી ઉનાળામાં વરીયાળી-સાકરનું પાણી, ગુલાબ શરબત, લીંબુ શરબત વાપરતી વખતે હાશકારો અનુભવીએ. (૫) ગૃહસ્થ ફ્રીઝનું, બરફનું પાણી પીવે અને આપણે ઠારેલું ઠંડા
૩૫૯