________________
ઘડાનું જ પાણી પીવાનો આગ્રહ તીવ્ર આસક્તિથી સેવીએ. ગૃહસ્થ અનીતિનું ધન વાપરે અને આપણે દોષિત ગોચરી વાપરીએ. શેઠીઆઓ નોકર ઉપર અધિકારવૃત્તિ જમાવે અને આપણે શિષ્યો ઉપર સ્વાર્થપ્રેરિત અધિકારવૃત્તિ જમાવીએ. ગૃહસ્થો પોતાના નોકરનો કસ કાઢે અને આપણે આશ્રિતના સ્વાધ્યાય વગેરેની તદન ઉપેક્ષા કરીને કેવળ સુખશીલતાઋદ્ધિગારવને પોષવા સેવા કરાવે જ રાખીએ. ગૃહસ્થ રવિવારે હોટલમાં જાય અને આપણે રસગારવને પુષ્ટ કરવા અવાર-નવાર દોષિત ભેળ, ઈડલી, ઢોસા,
રસગુલ્લા વગેરે આસક્તિપૂર્વક વાપરીએ. (૧૦) ગૃહસ્થ ધોબીને કપડા આપે અને આપણે દોષિત પાણીથી,
બહુ ઓછા સમયે, ઋદ્ધિગારવ પુષ્ટ કરવા કાપ કાઢીએ
કઢાવીએ. (૧૧) ગૃહસ્થ બ્લ બુક્સ વાંચે અને આપણે છાપામાં સેકસી દશ્યો,
કામોત્તેજક લેખોમાં ગરકાવ થઈએ. (૧૨) સંસારી લોકો બ્યુ ફિલ્મ જુએ અને આપણે ગામેગામ
અલગ-અલગ વિજાતીય પ્રત્યે નજર બગાડીએ. (૧૩) ગૃહસ્થ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને આપણે સુખશીલતા
પોષવા વિહારમાં માણસને તમામ ઉપધિ આપીએ તો અપેક્ષાએ ગૃહસ્થ કરતાં આપણે વધુ ગુનેગાર બનીએ. દોડતી બસ અને ટ્રક સાથે મોટો મોર ટકરાય તો બસ-ટ્રકને કશું નુકશાન ન થાય અને ઉડતા પ્લેનની સાથે નાની ચકલી
ભટકાય તોય પ્લેન નીચે પટકાય-એના જેવી આ વાત છે. શણના આથર બદલવા છતાં વિચિત્ર ગધેડાને ન બદલનાર કુંભારને ગધેડાની લાત ખાવાના દિવસો દૂર ન હોય- તેના જેવી આ કટુ હકીકત છે. કારણ કે ઉપરોક્ત પ્રવૃત્તિમાં આપણને
H૩૬૦