________________
સત્ત્વહીનતા, શ્રદ્ધાહીનતા, સમજણહીનતા, પાપભયહીનતા, ચારિત્રહીનતા, આરાધકભાવહીનતા, મહાવ્રતવફાદારીહીનતા વગેરે ઢગલાબંધ દોષો વળગેલા હોય એવું ફલિત થાય છે. માટે તો શ્રાવકપ્રજ્ઞપ્તિમાં ઉમાસ્વાતિજી મહારાજે રામા વંધે'. (૨૨૯) જણાવેલ છે.
માટે દોષસેવન કે વિરાધના હમણાં આપણા જીવનમાં અપ્રામાણિકપણે દેખાદેખીથી કાયમી સપરિવાર ઘૂસણખોરી કરવા આવેલ છે કે સંયોગાધીન મજબૂરી અને બાહ્ય સત્ત્વની કચાશના લીધે અલ્પ સમય માટે યતનાપૂર્વક આવેલ છે ? તેનો ખૂબ ઊંડાણથી મધ્યસ્થપણે વિચાર કરવો આત્માર્થી સંયમી માટે વર્તમાનકાળમાં તો ખૂબ આવશ્યક છે.
વિશિષ્ટ પુણ્યના અભાવમાં ઋદ્ધિગારવ ન હોય પણ, ૨સગારવ અને શાતાગારવ હોય તો સમજવું કે વિશિષ્ટ પુણ્યોદય આવશે ત્યારે ઋદ્ધિગારવમાં પણ ફસાવાના જ છીએ. આવી ભૂમિકા હોવાથી ઋદ્ધિગારવના અભાવમાં ય તેનું પાપ લાગ્યા વિના ન રહે.
સ્વાધ્યાય કરતી વખતે મીઠાઈના દર્શન-શ્રવણ થતાં તરત જ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો સમજવું કે સ્વાધ્યાય કરતી વખતે પણ મીઠાઈ ખાવાનું પાપ અનુબંધથી ચાલુ છે. ઉંદરને જોતાવેંત તરાપ મારનાર બિલાડી શાંતિથી બેઠી હોય ત્યારે પણ ઉંદર મારવાનું પાપ બાંધે જ છે ને ! સેકસી દશ્ય જોવાની ગણતરીથી છાપું-પૂર્તિ વાંચીએ અને તેમાં શૃંગારિક દૃશ્ય ન હોવાથી ન જોઈએ તો પણ વિજાતીયદર્શનનું પાપ લાગે જ. સરળતાથી વિજાતીયના દર્શન વગેરે થાય એવી જગ્યાએ ઈરાદાપૂર્વક બેસીને સ્વાધ્યાય કરીએ તે સમયે વિજાતીયદર્શન ન થવા છતાં તે પાપ અનુબંધરૂપે ચાલુ જ છે. તેવા સ્વાધ્યાયથી પુણ્ય બંધાય પણ તે પાપાનુબંધી હોય. અવસરે વિજાતીયદર્શન થતાં જ પૂર્વે બાંધેલ પુણ્ય પણ ઝડપથી
૩૬૧