________________
પાપમાં સંક્રમી જાય, અનુબંધ તો પાપના જ હતા. તેથી તે પાપાનુબંધી પુણ્ય પાછળથી પાપાનુબંધી પાપમાં ફેરવાઈ જાય, ગટરમાં પડેલ અત્તરનું બુંદ ગટરીયા પાણીમાં ફેરવાય તેમ.
જીવે મલિન પરિણામોને શ્વાસની જેમ એવા આત્મસાત કરેલ છે કે કાયાથી કાંઈ ખરાબ ન કરીએ કે સારું કરીએ તો પણ ક્ષપકશ્રેણી ન માંડીએ ત્યાં સુધી જ્ઞાનાવરણ વગેરે ૪૭ ધ્રુવબંધી પ્રકૃતિઓ બંધાયે જ રાખે છે – આવું પાંચમા કર્મગ્રન્થમાં (ગાથા૨) શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે. “જીવદયાનો પરિણામ ન હોય અને આડું અવળું જોતાં જોતાં ચાલીએ અને જીવ ન મરે તો પણ જીવહિંસાનું પાપ જીવને ચોટે છે” - આવી જે વાત પ્રવચનસાર, ઓઘનિર્યુક્તિ અને નિશીથભાષ્યમાં કરેલ છે તથા
દોષિત ગોચરી-પાણીના નિત્ય વપરાશથી નિર્દોષતાનિરપેક્ષ બનેલ નિધુર સાધુ કદાચ નિર્દોષ ગોચરી-પાણી વાપરે તો પણ દોષિત ગોચરી-પાણી વાપર્યાનું જ પાપ બાંધે છે”. આવી જે વાત પિંડનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજે કરેલ છે તે વાત આપણા જીવનની બીજી પણ કેટલી-કેટલી બાબતોમાં લાગુ પડે છે તેનું પાપભીરુતાથી નિરીક્ષણ કરવામાં આવે તો જ ભાવસંયમનો પરિણામ જાગૃત બને, જીવંત અને જોમવાળો બને, જુવલંત બને.
ખરેખર, પાપ સેવનના સંયોગ-સામગ્રી-અવસર, હોય બીજા પણ તેવું દોષસેવન કરતા હોય, તેવું કરવા છતાં સાધુ તરીકેની આપણી છાપ ટકી રહે તેવી પાકી શક્યતા જણાતી હોય, છતાં પણ જે સંયમી સત્ત્વનું ઊર્ધ્વીકરણ કરીને, વૈરાગ્યને જ્વલંત બનાવીને (૧) મનથી પણ દોષસેવન ન કરે અને (૨) બીજાની નિંદા પણ ન કરે તથા (૩) શુદ્ધ સંયમી તરીકેની પ્રસિદ્ધિ-પ્રશંસા મેળવવાની વૃત્તિ-પ્રવૃત્તિથી દૂર રહે તેવા ભાવસંયમીને અનંતશઃ નમસ્કાર.
૩૬ર