________________
(૩) ભૂખ્યો સિંહ પ્રાયઃ રોજ ગર્જના કરતો પસાર થાય છતાં ભયથી રુવાડું ન ફરકવા છતાં ઈર્ષ્યાથી તેઓ વાસનાના કાદવમાં ખેંચી ગયા. જ્યારે આપણે તો વિહારમાં એકલા હોઈએ અને ચાર-પાંચ ડાઘિયા કૂતરા ઘેરી વળે તો પણ ગભરાઈએ. છતાં બીજાની ઈર્ષ્યા કરીએ તો આપણું ભાવી કેવું હોઈ શકે ?
(૪) પ્રાયઃ સંપૂર્ણ ૧૧ અંગ મુખપાઠ હોવા છતાં ઈર્ષ્યાથી તેઓ ઉન્માર્ગગામી થયા. જ્યારે આપણને તો ૧૧ હજાર ગાથા પણ કંઠસ્થ નથી. છતાં બીજાની ઈર્ષ્યા કરીએ તો આપણું શું થશે?
(૫) ચાર મહિના સુધી કાઉસગ્ગ મુદ્રામાં આડા-અવળા સંકલ્પવિકલ્પ વિના આગમની અનુપ્રેક્ષા-ધ્યાનમાં મસ્ત બનનારા પણ તેઓ ઈર્ષાથી વેશ્યાકામી થયા. તો ચાર કલાક સુધી પણ એકેય કુવિકલ્પ વગર ચિંતન-ધ્યાનમાં આપણે સ્થિર થઈ શકતા નથી. તેમ છતાં સંયમીની ઈર્ષ્યા-અદેખાઈ કરીએ તો આપણું ભવિષ્ય કઈ રીતે ઉજળું બની શકે ?
(૬) ચાર મહિના સુધી દિવસ-રાત ઊંઘનું એકેય મટકું પણ ન લેવા છતાં તેઓ ઈર્ષાથી અધોગામી થયા તો એકેય રાત ઊંઘ વિના ન ચલાવી શકનાર આપણે ગુણવાનની ઈર્ષ્યા કરીએ તો ઊર્ધ્વગામી કઈ રીતે બની શકીએ ?
(૭) ચાર મહિનાના ઉપવાસમાં ખાવા-પીવાની ઈચ્છા-ચિંતા પણ ન કરનારા તેઓ જો ઈર્ષ્યાથી ઓઘો છોડવા તૈયાર થયા તો એકાદ ઉપવાસમાં ય રાત્રે પારણાના વિચાર કરનાર જો અન્ય સંયમીની ઈર્ષ્યા કરે તો જીવનમાં કઈ હોનારત ન સર્જાય?
(૮) કાઉસગ્નમાં ઉભા-ઉભા ચાર મહિના સુધી કીડી, મચ્છર, ચામાચિડીયા, શિયાળ, સિંહ, ભૂત-પ્રેત-પિશાચ વગેરે સહુના પરિષહને મજેથી વેઠવા નીકળેલ દેહાધ્યાસમુક્ત એવા પણ છે જો ઈર્ષ્યાથી કામવાસનાગ્રસ્ત બની ગયા. તો પછી એકાદ મચ્છરથી
૩૭૮