________________
| શું સિંહાહાવાક્ષી મુનિને ઓળખીએ છીએ ?.
આંધળો માણસ કૂવામાં પડે તો કોઈ સહાનુભૂતિ બતાવે. પરંતુ દેખતો માણસ બેદરકારીથી કૂવામાં પડે તો તે ઠપકાને પાત્ર બને. સંસારના રસિયા જીવોને અંધસ્થાને ગણીએ તો સંયમી નિર્મળ ચક્ષુવાળા કહી શકાય. તેવા સંયમી જો પ્રમાદથી, બેદરકારીથી, દેખાદેખીથી, ઈર્ષ્યાથી નીચે પડે તો સહાનુભૂતિપાત્ર નહિ પણ ઠપકાને પાત્ર બને. રાતનો ભૂલો પડેલ હોય તેનું દિવસે ઠેકાણું પડે પરંતુ દિવસે ભૂલો પડે તેનું ઠેકાણું ક્યારે પડે ? સંસાર = અમાસની ઘોર અંધારી રાત અને સંયમ = મધ્યાહ્ન સમય. શાસન, સંયમ, સગુરુ, સમજણ, કલ્યાણમિત્ર મળ્યા પછી પણ વિષયકષાયની અટપટી ગલીમાં ભૂલા પડીએ તો આપણું ઠેકાણું ક્યારે પડે ?
ઘણું જાણવા, સમજવા, સ્વીકારવા છતાં પણ અવસરે જો આપણે વિના ખચકાટે દોષનો શિકાર જ બનીએ તો જે જાણ્યું તે ન જાણ્યા બરાબર સમજવું. “બિલ્લી આવે ઉડ જાના' એવા પોપટપાઠની કિંમત કેટલી ? ઉગ્ર સાધકો જે દોષનો શિકાર બનીને પતિત થયા તે જાણીને પણ તે દોષને સામે ચાલીને ભેટવા જઈએ તે મૂર્ખામી નહિ તો બીજું શું કહેવાય ? આજે આપણે સિંહગુફાવાસી મુનિનું ઉદાહરણ વિચારીએ.
(૧) ચાર-ચાર મહિના સુધી ચોવિહાર ઉપવાસ કરવા છતાં ઈર્ષ્યા કરવાથી તે પતિત થયા. તો પછી એક મહિનાના પણ ચોવિહાર ઉપવાસ ન કરી શકનાર આપણે બીજાની ઈર્ષ્યા કરીએ તો આપણી શી હાલત થાય ?
(૨) ચાર મહિના સુધી ઊભા-ઊભા કાઉસગ્ગ કરનાર સિંહગુફાવાસી મુનિ ઈર્ષ્યાથી ભ્રષ્ટ થયા. તો પછી ક્યારેય પણ ૪ કલાક બેસીને પણ કાઉસગ્ન ન કરનાર આપણે બીજાની ઈર્ષ્યા કરીએ તો આપણી કઈ દશા થાય ?
–-૩૭૭