SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ખટાશ ખાવાના લીધે આવેલ સોજાને આરોગ્ય માનવાની ભૂલ ન કરાય. તેમ આપણા પુણ્યોદ્યને સંયમની સફળતાનું થર્મોમીટર બનાવવાની ભૂલ ન કરાય. ખૂજલીના દર્શને આનંદસાધન ન મનાય તેમ પુણ્યોદયના ખેંચાણને-અંજામણને આનંદસાધન કઈ રીતે માની શકાય? વાસ્તવમાં તો શાસ્ત્રાનુસારી સમજણ, આચરણ અને અનુભવ - આ ત્રણેય વચ્ચે વિસંવાદ ન સર્જે તે જ સાચો સંયમી. પછી પાંચેય પ્રમાદની પોટલી તે ઉંચકે નહિ (૧) સાંભળવા છતાં, જાણવા છતાં ધર્મ આચરવો નહિ = પ્રમાદ. જે આશયથી ધર્મ આરાધવાનો હોય તે આશયના બદલે બીજો આશય ભેળવવો = પ્રમાદ. આરાધના પછી પસ્તાવો = પ્રમાદ (૪) આરાધના પછી સ્વપ્રશંસા-પ્રસિદ્ધિની ભૂખ = પ્રમાદ (૫) આરાધના પછી થતી પરનિંદા-ઈર્ષા = પ્રમાદ. આ પાંચેય પ્રમાદનો પરિહરનાર સંયમીને અનંતશ વંદનાવલી. (લખી રાખો ડાયરીમાં...) સ્વાર્થી માનસ અને અધિકારવૃત્તિ એ અસમાધિના સ્વભાવની જાહેરાત છે. દોષના પક્ષપાતથી દોષના અનુબંધ મજબૂત બને અને ભવાંતરમાં શાસન, સદ્ગર, કલ્યાણમિત્ર, સંયમ વગેરેની પ્રાપ્તિ થઈ ન શકે. રાગની સામગ્રી ઘટાડવી, તેનો વપરાશ ઘટાડવો, સાદી સામગ્રી રાખવી તે વૈરાગ્યનું બીજ છે. ૩૭૬
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy