________________
વાત પણ ખૂબ માર્મિક રીતે વર્તમાનમાં વિચારવા જેવી છે.
પૂર્વકાળમાં સંયમજીવનમાં પ્રતિકૂળ ઉપસર્ગો ખૂબ હતા. આજે મોટા ભાગે અનુકૂળ ઉપસર્ગો વધી ગયા છે. પ્રતિકૂળ ઉપસર્ગ સહન કરવા સહેલા છે, કારણ કે તેમાં શારીરિક સત્ત્વ, વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ મહત્ત્વનો ભાગ ભજવે છે. અનુકૂળ ઉપસર્ગ સહન કરવા અઘરા છે, કારણ કે તેમાં માનસિક પવિત્રતા, મોહનીયકર્મનો પ્રબળ ક્ષયોપશમ આવશ્યક છે.
પ્રતિકૂળ ઉપસર્ગમાં આચાર ઉજળા રાખવા અઘરા છે અને અનુકૂળ ઉપસર્ગમાં વિચારને ઉજળા રાખવા મુશ્કેલ છે. પુણ્યોદયનું આકર્ષણ હોય તે પ્રાયઃ અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગ અને પરિષદ બન્નેમાં હારી જાય. અનુકૂળતામાં કદાચ આચાર ઉજળા હોય પણ તે વખતે પણ મન મેલા હોય તેની શું કિંમત ? આપણે V.P. હોઈએ અને આપણા વિચાર B.C. હોય તેવું કજોડું કેટલું હાસ્યાસ્પદ, લજ્જાસ્પદ અને કરુણાસ્પદ બને? આ રીતે પોતાની જાત પ્રત્યે બેવફા બનનાર જગતને, જગતપતિને, શાસનને, સંઘને કે સમુદાયને હૃદયથી વફાદાર કઈ રીતે હોઈ શકે ? વિચારો ઉપર સંયમ હોય તો બાહ્ય તમામ સંયમ સાચા, બાકી પરમાર્થથી ખોટા.
દીક્ષાના પ્રથમ દિવસે જે મોક્ષની ઘણો નજીક હોય તેવો સંયમી પર્યાય વધતાં, પુણ્યોદયનું પ્રબળ ખેંચાણ વધતાં, શક્તિનો નશો ચડતાં, નમ્રતા ગુમાવીને પોતાની જાતે જ મોક્ષથી ઘણો દૂર ફેંકાઈ જાય તો તેનાથી વધુ કરુણ ઘટના બીજી કઈ હોઈ શકે? શિખર તરફનું ઉચ્ચન પણ ખીણ તરફના પતનમાં પરિણમે, જો પોતાના પુણ્યોદય ઉપર મુસ્તાક બનીએ તો. “મુમુક્ષુપણામાં જે આરાધકભાવ કેળવીને આરાધના કરતા હતા એના કરતાં પણ સંયમજીવનમાં થતી આરાધનામાં અનુભવાતો આરાધકભાવ, નમ્રભાવ, અહોભાવ, ગદ્ગદભાવ પાવરફુલ છે કે નહિ? તે વેધક દૃષ્ટિથી સતત તપાસીએ તો જ પુણ્યોદયનું આકર્ષણ મંદ પડે તેવી શક્યતા છે.
–-૩૭૫