SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કાઉસગ્ગમાં ડગમગી જનાર જો અન્ય સંયમીની ઈર્ષ્યા-નિંદા કરે તો તેનું સંયમ પવિત્ર કઈ રીતે રહી શકે ? (૯) ચાર મહિના મૌન રાખનારા પણ તેઓ ઈર્ષ્યાથી ગબડી પડ્યા. તો સળંગ ચાર કલાકના મૌનમાં પણ અકળાઈ જનાર જો બીજા સંયમીની ઈર્ષ્યા કરે તો ભાવસંયમમાં સ્થિર કઈ રીતે રહી શકે ? (૧૦) ચાર મહિના એકાકી રહેવા છતાં નિર્ભયતા-પવિત્રતાને ટકાવી રાખનારા પણ તેઓ ઈર્ષ્યાથી વાસનાનો શિકાર બની ગયા તો પછી મધરાતે અજાણી જગ્યામાં એકલા બહાર નીકળીને માત્ર પરઠવવામાં પણ ગભરાટ-ફફડાટને અનુભવનાર તથા એકાંતમાં કુવિચારનો-કુચેષ્ટાનો ભોગ બનનાર સાધક જો અન્ય આરાધકની ઈર્ષ્યા-નિંદા કરે તો કઇ દુર્ઘટના ન સર્જાય? (૧૧) ભૂખ્યા સિંહને પણ અવાર-નવાર ઉપશમરસનો અસ્વાદ કરાવનાર એવા પણ તેઓ ઈર્ષ્યાથી ફેંકાઈ ગયા. તો સહવર્તી શાંત સંયમીને પણ ક્રોધગ્રસ્ત બનાવવામાં નિમિત્ત બનનાર જો બીજા સંયમીની ઈર્ષ્યા-નિંદા કરે તો તેનું પરિણામ શું આવે? (૧૨) અત્યંત ઊંચી સાધનાના શિખરે આરૂઢ થયા પછી પણ ઈર્ષ્યાની સાંકળથી બંધાયેલ સિંહગુફાવાસી મહાત્માને મોહરાજા જો વાસનાની ખીણમાં ખેંચી શકે-પટકી શકે તો પછી કેવળ સાધનાની તળેટીએ આવીને જ થાકી જનાર સંયમી સામે ચાલીને જો અન્ય ગુણીયલ આરાધકની ઈર્ષ્યારૂપી સાંકળથી બંધાય તો તેને નિગોદનરકની ખીણ સુધી ખેંચી જવામાં મોહરાજાને કેટલી મહેનત પડે ? આ હકીકતને હૃદયથી સમજ્યા પછી પણ શું આપણે અન્ય સંયમીની ઈર્ષ્યા કરી શકીએ ? આ સાંભળ્યા પછી, સમજ્યા પછી ય ઈર્ષ્યા-અદેખાઈ-નિંદાનું રસપાન કરીએ તે કાં તો મિથ્યાત્વની અને કાં તો નિકાચિત પાપોદયની નિશાની છે. આ બાબતમાં સાક્ષી છે ઉપદેશમાલામાં આવતો આ શ્લોક “ગળુસિઙ્ગા ય વવિનં ૩૭૯
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy