________________
(૯) શાસનપ્રભાવના, સંઘરક્ષા, તીર્થરક્ષા વગેરે કાર્યોના માધ્યમથી જાતપ્રભાવનાની અને આડંબરની આસક્તિ ઋદ્ધિગારવ. (૧૦) યશ-કીર્ત્તિ મળે તેવા કાર્યમાં ઉત્સાહ હોવા છતાં કેવળ આત્મસાક્ષીએ કરવાની આરાધનામાં અનુત્સાહ = શાતાગારવ. આ દશની જેને અતૃપ્ત ભૂખ કદાપિ ન હોય તેવા ભાવસંયમીને અનંતશ વંદનાવલી.
લખી રાખો ડાયરીમાં...
♦ પ્રસિદ્ધિ, પ્રશંસા, પતન, પાપ, પરલોક, પરમાત્માઆ છ તત્ત્વનો જેને સતત ડર હોય તે સંયમી.
=
અપાત્રને પાટ, પદવી, પરિવાર પણ પતનનું કારણ બને.
આચારની કઠોરતા સંયમની પરિણતિ ઊભી કરવામાં સહાયક છે.
♦ (૧) શરીર અને આત્મા અલગ છે., (૨) શરીરની આસક્તિ આત્મવૈરિણી છે.
(૩) શારીરિક દુ:ખ આત્મશુદ્ધિ માટે આવે છે. આ ત્રણ વિચાર જીવંત હોય તે પ્રતિકૂળતાને મજેથી વેઠે.
૩૮૨