________________
કલંક પણ મળે. બાહુ-સુબાહુની ઈર્ષ્યા કરનાર પ્રશંસાભૂખ્યા પીઠમહાપીઠ મુનિ ત્રીજા ભવે મોક્ષે ગયા પણ બ્રાહ્મી-સુંદરી તરીકે સ્ત્રી અવતારનું કલંક પણ સાથે મળ્યું. ને ! પ્રભાવક શિષ્યની ઈર્ષ્યા કરનાર નયશીલસૂરિ સર્પ થયા એ જાણીને ઈર્ષ્યા કોણ કરે ?
તૃષ્ણા, તુચ્છતા, ક્ષુદ્રતા, અધીરાઈ, માનસિક અસહિષ્ણુતા અને પ્રગતિ સાધવાની ઉતાવળ પણ ઈર્ષ્યા જન્માવે. સંયમી તો જાતમાં ઠરેલ હોય, ક્યાંય બળેલ ન હોય, કર્મસત્તાના ગણિતમાં પાકો ભરોસો રાખનાર હોય. પછી બીજાની સ્પર્ધા-ઈર્ષા-નિંદા કે પોતાની પ્રશંસા, પ્રસિદ્ધિ, આદર, કદર અને ત્રણ ગારવની ભૂખ તેને કેવી રીતે લાગે ? (૧) બીજાથી આગળ નીકળી જવાની ગણતરી = સ્પર્ધા. (૨) આપણાથી આરાધનાના ક્ષેત્રે કે પુણ્યના ક્ષેત્રે આગળ હોય
તેને જોઈને થતી બળતરા = ઈર્ષ્યા. માનસિક ઈર્ષાના લીધે બીજાના દોષોનું મૌખિક કે લેખિત પ્રકાશન = નિંદા. આપણા હોઠ ઉપર કે સહવર્તીના હોઠ ઉપર અવારનવાર
આદરણીય રીતે આપણું નામ આવે = સ્વપ્રશંસા. (૫) દૂરવર્તી જીવોના હોઠ ઉપર આદરણીય રીતે આપણું નામ
આવે = પ્રસિદ્ધિ. આપણા પુણ્ય મુજબ મળતો મીઠો આવકાર, મધુર વાતચીત, સ્નેહાળ નજર = આદર. સ્વાધ્યાય આદિ આરાધનામાં બીજા દ્વારા મળતો જરૂરી સહકાર, આપણી આરાધના અને પુણ્ય શક્તિની બીજા દ્વારા થતી અનુમોદના-ઉપવૃંહણા, યોગ્ય શિષ્ય-સંઘાટકની પ્રાપ્તિ
એટલે ધર્મસત્તા દ્વારા થયેલ આપણી કદર. (૮) ધર્મસાધનાને ઉતાવળથી પતાવવાની વૃત્તિ અને અનુકૂળ રીતે ગોચરી-પાણી વાપરવામાં ધીરજ = રસગારવ.
- - ૩૮૧