________________
આપો, ભારેખમ શબ્દોમાં નહિ... ખાનગીમાં ભૂલ દેખાડો, જાહેરમાં નહિ.” “ગુરુદેવ કે વડીલ તરફથી ઠપકો મળે તે મારું દુર્લભ સૌભાગ્ય અને પરમ સદ્ભાગ્ય છે.” એમ માત્ર આજે નહિ પણ સંયમજીવનના છેડા સુધી વિચારજો, હૃદયથી સ્વીકારજો અને જીવનમાં ઉતારજો. તો જ વિકાસયાત્રા અત્યંત વેગવંતી બનશે.
ગુરુદેવશ્રી પ્રત્યે આવો હાર્દિક સમર્પણભાવ કેળવવાની સાથે સાથે સહવર્તી ગુરુબહેનો પ્રત્યે સહાયક ભાવમાં તત્પરતા કેળવજો અને બાકીના સમયમાં વિકથા - સંકલ્પ - વિકલ્પોનો ભોગ ન બની જવાય તે માટે સ્વાધ્યાયની રુચિ કેળવજો. કાયાનું માત્ર સમર્પણ નહિ, પણ હાર્દિક સમર્પણભાવ. બહારથી માત્ર સહાય નહિ પણ સહાયકભાવમાં તત્પરતા. મોઢેથી માત્ર સ્વાધ્યાય નહિ પણ જ્વલંત રુચિ અને ઉલ્લાસપૂર્વકનો સ્વાધ્યાય. આ અદ્ભુત ત્રિવેણી સંગમ સંયમજીવનમાં કરશો તો તમે ખરા અર્થમાં વહેલી તકે તારક જંગમ તીર્થ સ્વરૂપ બની શકશો.
આપણે લોકોત્તર વેશ પામ્યાં છીએ તો માત્ર લૌકિક તુચ્છ પ્રવૃત્તિ જ નહિ પરંતુ લૌકિક વલણ પણ છૂટવું જ જોઈએ. “ઈંટનો જવાબ પથ્થરથી આપવો.” “હમ કિસીસે કમ નહિ, “હમ સે કૌન ટકરાયેગા ?', “લાતો કે ભૂત બાતોં સે નહિ માનતે', “મુખ
214 COLCL 4 97', 'I am something', 'I am everything', આવી પરિણતિ લૌકિક વલણ કહેવાય. તે છૂટે તો જ સંયમજીવન ખરા અર્થમાં સાર્થક બને.
- સાધનાની તળેટીએ જે ઉલ્લાસથી આવ્યા છો તેવો જ ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ સાધનાના શિખરે પહોંચતા સુધી ટકાવી રાખજો. આચારાંગ સૂત્રનું આ ટંકશાળી વચન યાદ રાખજો “જાએ સદ્ધાએ નિબંતો તામેવ અણુપાલિજ્જા.” જે ઉત્સાહથી, જે ઉમંગથી, જે આનંદથી, જે મનોરથથી, જે શ્રદ્ધાથી, જે ગુરુબહુમાનથી, જે લક્ષ્યથી, જે ભાવનાથી, જે સંકલ્પથી તમે, ભાગવતી પ્રવ્રજ્યા
- ૪ -