________________
ત્રીજી દુર્લભ ચીજને ઓળખીએ.
બે દુર્લભ ચીજને આત્મસાત્ કરવા કટિબદ્ધ બન્યા હશો. આજે ત્રીજી દુર્લભ ચીજની વાત કરવી છે. તે છે વિશુદ્ધ ઉપશમભાવ. વર્ષોની આરાધના જ નહિ પણ અનંત ભવોની સાધના, ચારિત્રજીવનનું પાલન કર્યા પછી પણ તેની પ્રાપ્તિ થવી એ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે.
સંયમજીવનમાં ઉગ્ર કષાયના નિમિત્ત પ્રાયઃ ન મળે. કોઈને મારી નાખવાના વિચાર ના આવે. પરંતુ એટલા માત્રથી ઉપશમભાવ આવી ગયો - તેમ ન માનવું. (૧) નાની નાની પ્રતિકૂળતામાં થતા સંક્લેશ, (૨) મનનું ધારેલું ન થતા અજંપો થવો, (૩) કષ્ટસાધ્ય કાર્યમાં થતો ઉદ્વેગ, (૪) ચિરકાળથી સાધ્ય કાર્યમાં થતી અધીરાઈ, (૫) ધારેલી વસ્તુ મેળવવાની ઉત્સુકતા, (૬) આપણાથી આગળ વધતા આરાધકો ઉપર ઈર્ષાનો ભાવ, (૭) સ્વદોષનો અસ્વીકાર કે બચાવ કરવાની વૃત્તિ, (૮) બીજાના દોષને શોધવાનું વલણ, (૯) મળેલ ચીજમાં ઓછાપણાનો ડંખ રહેવો, (૧૦) મળેલી ચીજને ટકાવવાની ગણતરી, (૧૧) (ગોચરી, કપડાં, જગ્યા, પુસ્તક આદિ) સારી ચીજને મેળવવાની ગણતરી, (૧૨) અસહિષ્ણુતા, (૧૩) ક્ષુદ્રતા, (૧૪) તુચ્છ સ્વભાવ, (૧૫) દીનતા, (૧૬) ભયભીતપણું, (૧૭) સંભ્રાન્તતા, બેબાકળાપણું, (૧૮) મૂઢતા, (૧૯) અવિચારિતપણું, (૨૦) બીજાએ કરેલા અન્યાય કે અનુચિત વ્યવહારની નોંધ- આ બધાનો જો આપણે શિકાર બનતા હોઈએ તો સમજવું કે વિશુદ્ધ કોટિનો ઉપશમભાવ હજુ સુધી આવેલ નથી.
એક વાર આત્માનું અનાવૃત સ્વરૂપ સમજાય, આત્મશુદ્ધિનો અનુભવ થાય તો જ વિશુદ્ધ ઉપશમરસ પ્રાપ્ત થાય. કારણ કે આત્માનું મૌલિક સ્વરૂપ જ ઉપશમભાવ છે. માટે તો કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના વિશેષણ તરીકે “તે પક્ષને વસંતે” મૂકેલું છે. તેમાં જ
- ૩૭ -