________________
જણાવેલ છે કે “વસમારં વસ્તુ સામ” અર્થાત ચારિત્રનો સાર ઉપશમભાવ છે. દૂધનો સાર ઘી છે. શેરડીનો સાર સાકર છે. ખોરકાનો સાર સપ્તધાતુની પરિણતિ છે. તેમ ચારિત્રનો સાર વિશુદ્ધ દઢ ઉપશમભાવ છે. તેની પ્રાપ્તિમાં જ ચારિત્રની સફળતા છે. સફળ ચારિત્રની ફલશ્રુતિ પણ વિશુદ્ધ ઉપશમભાવ છે. આપણે ઉપશમભાવ ખરેખર લાવવો જ હોય તો ઉપરોક્ત ૨૦ બાધક તત્ત્વોને દૂર કરવા જોઈએ. તો જ તેની અનુભૂતિ થાય. પછી આ સંયમજીવનમાં ખરેખર બહુ મઝા આવે છે.
શાસ્ત્રમાન્ય ઉપશમભાવ આપણે પામ્યા છીએ કે નહિ ? તેનું થર્મોમીટર બે પરિબળની ચકાસણી ઉપર આધાર રાખે છે. (A) શક્તિ હોવા છતાં પ્રસન્નતાપૂર્વક પ્રતિકૂળતાને સહન કરવાની વૃત્તિ આવે તો ઉપશમભાવ ખેંચાઈને આવે. માત્ર સહન નથી કરવાનું પણ પ્રસન્નતાપૂર્વક સહન કરવાનું છે. નરકમાં અનંત વાર ઘાણીમાં પીલાવા છતાં કેવળજ્ઞાન તો શું? સમ્યજ્ઞાન પણ આપણને મળેલ નથી. સકામ નિર્જરા થયેલ નથી. માટે બંધકસૂરિના ૫૦૦ શિષ્યોને ઘાણીમાં પલાવાથી કેવલજ્ઞાન નથી મળ્યું. પણ પીલાવામાં પ્રસન્નતા-સમાધિ ટકાવવાથી, ખીલવવાથી જ કેવલજ્ઞાન મળેલ છે. માટે સહન કરવામાં જેટલી પ્રસન્નતા વધે તેટલી શુદ્ધિ વધે, આત્મતેજ વધે. - દૂરના ઘરોમાં ગોચરી જવામાં પ્રસન્નતાથી ઉત્સાહ કેળવીએ તો આત્મશુદ્ધિ વધે. “દેહદુઃખ મહાસલ આ સૂત્ર નજર સામે હોય તો સહન કરવામાં પ્રસન્નતા સહજ બને. પ્રતિકારની તાકાત ન હોય ત્યારે કદાચ પ્રસન્નતાપૂર્વક સહન કરીએ તેનું બહુ મૂલ્યાંકન શાસ્ત્રકારોને નથી. પણ (૧) પ્રતિકારની શક્તિ હોય, (૨) કષ્ટ ટાળી શકાય તેમ હોય, (૩) કષ્ટને ટાળવામાં આપણે આબરૂ વગેરે ગુમાવવાનું ન હોય છતાં તેવા સમયે (૪) પ્રસન્નતાપૂર્વક સહન કરવાના પ્રસંગ કેટલા ? (૫) શારીરિક કષ્ટ સહન કરવાના, (૬) કોઈના કડવા શબ્દ સહન કરવાના, (૭) આપણને ન ગમે
૩૮