________________
તેવી કોઈની પ્રવૃત્તિ જોવા છતાં પ્રસન્નતા રાખવાની, (૮) બીજાની ભૂલને પ્રસન્નતાથી સહન કરવાની અને ભૂલી જવાની, (૯) બીજાના સુખને + વિકાસને સહન કરવાનો, (૧૦) તેમાં ઈર્ષ્યા નહિ કરવાની. ઉપરોક્ત દશેય બાબતને ધ્યાનમાં રાખીને પ્રસન્નતાથી સહન કરવાનું વલણ કેળવીને ચંદન જેવો શીતલ સ્વભાવ બનાવીએ તો વિશુદ્ધ ઉપશમભાવ સરળ છે.
પરમાત્માની આજ્ઞા મુજબ પ્રસન્નતાથી સહન કરવાની તૈયારી ન રાખે તેણે પરમાધામીની આજ્ઞા મુજબનું પરાણે પણ સહન કરવું જ પડે. જિનાજ્ઞા મુજબ સહન ન કરીએ તો તે વલણ દુર્ગતિના ચિક્કાર દુ:ખ સહન કરવા માટેની આમંત્રણપત્રિકા છે. ધર્મસત્તા ખાતર પ્રસન્નતાથી સહન ન કરે તેણે કર્મસત્તાનું બધું જ લાચારીથી સહન કરવું અનિવાર્ય બને છે. માટે સર્વત્ર સર્વદા સઘળું પ્રસન્નતાપૂર્વક સહન કર્યે જ જવાનું. તેમાં કોઈ બાંધછોડ કરાવની નહિ. હદ નક્કી કરવાની નહિ. સહન કરવાની હદ નક્કી કરનારને કર્મસત્તા બેહદ સહન કરાવે જ છે. પ્રસન્નતાથી સહન ન કરનારને આખરે લાચારીથી પણ સહન તો કરવું જ પડે છે.
સાધુજીવનમાં ખાસ કરીને ગુરુભાઈઓ અને ગુરુબહેનોના કડવા વચનને સહન કરવાના અને તેમની થતી પ્રશંસાને સહન કરવાની-બસ આટલું આવડે તો પણ ન્યાલ થઈ જવાય. બીજાના સુકૃતે આપણે સુખી હોઈએ તો દુનિયાના દુઃખે દુઃખી ન થઈએ. તો જ પરપ્રશંસામાં આપણે પ્રસન્ન રહી શકીયે. પીઠ અને મહાપીઠ મહાવિદ્વાન સાધુ હોવા છતાં ગુરુભાઈની પ્રશંસા સહન ન કરી શક્યા તો સ્ત્રીવેદ પામ્યાં. સિંહગુફાવાસી મુનિ પણ પોતાના ગુરુભાઈ સ્થૂલભદ્રસ્વામીની માત્ર ૩ અક્ષર જેટલી વધુ પ્રશંસા સહન ન કરી શક્યા અને પતિત થયા. પોતાના શિષ્યનો ઉત્કર્ષ સહન ન કરી શકનાર નયશીલ આચાર્ય સાપ થયા. આ
૩૯