________________
બધું શાસ્ત્રદૃષ્ટિથી સમજ્યા પછી પરપ્રશંસાને પ્રસન્નતાથી સહન કરવાની ટેવ પાડવી.
આપણી ગુણસંપત્તિ હીન કક્ષાની હોય તો જ પરપ્રશંસા સહન ન કરી શકીએ. આ વાત ખાસ ખ્યાલમાં રાખવી. “પરસમ્પટ્ટુર્જો દિ દીનશુળસમ્વત્પુરુષં યુદ્ધ રોતિ.” માટે આપણે ગુણવૈભવ વધા૨વાનો ઉદ્યમ કરવો. આપણી લીટી લાંબી કરવાની તાકાત ન હોય તો બીજાની લીટીને ટૂંકાવવાનું પાપ તો ભૂલેચૂકે ન કરવું. પરપ્રશંસાને સહન કરવા (૧) ગુણાનુરાગ કેળવવો અને (૨) પોતાની ગુણસમૃદ્ધિનો વૈભવ વધારવો.
કદાચ શારીરિક કષ્ટ સહન કરવા સરળ હશે પણ કડવા વચન અને પરપ્રશંસાને સહન કરવી ખૂબ આકરી છે. કારણ કે શારીરિક કષ્ટ સહન કરવા માટે શાતાવેદનીયનો ઉદય કે વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ જોઈએ. જ્યારે કડવા વચન અને પરપ્રશંસાને સહન કરવા માટે તો મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. માટે પ્રસન્નતાપૂર્વક સહન કરવા તત્પર બનવું. શારીરિક કષ્ટ સહન કરવામાં મન પીછેહઠ કરે તો વિચારવું કે સાધનાના કષ્ટો સહન નહિ કરું તો દુર્ગતિના કષ્ટો મારી રાહ જોઈને જ બેઠા છે. બસ પછી ઉપશમ ભાવ આવશે જ. સહનશીલતાની ચરમ સીમાએ પહોંચેલા ગજસુકુમાલ મુનિ, મેતારજમુનિ, અર્ણિકાપુત્ર આચાર્ય, સ્કંધક સૂરિના ૫૦૦ શિષ્યોને યાદ કરવા.
(B) ઉપશમભાવને લાવવાનું બીજું પરિબળ છે અસંક્લિષ્ટ ચિત્તવૃત્તિ. ગજા ઉપરનું કષ્ટ સહન કરવાનું દેહબળ ન હોય ત્યારે માંદગીના નિવારણ માટે ઉપચાર વગેરે કરીએ એ વખતે પણ મનને સંક્લિષ્ટ નહિ બનાવવું કે ‘આ માંદગી ક્યાં આવી પડી?' હજુ સુધી ડૉક્ટર કેમ ન આવ્યા ? દવા-અનુપાન હજુ સુધી કેમ આવેલ નથી ? રોગ ક્યારે જશે ? હું જ કેમ માંદો પડું છું?' ગમે તે થાય પણ મનમાં સંક્લેશ ક્યારેય લાવવાનો નહિ. આ
४०