________________
જ ભગવાનની આજ્ઞા છે. મનને નિર્મળ બનાવવું એ જ જિનાજ્ઞા + ગુરુ આજ્ઞા છે. “મા તુ નિર્મનં ચિત્ત ટિોપમ” સ્ફટિક જેવું નિર્મળ મન બનાવીએ તો જ પ્રધાન જિનાજ્ઞાપાલન થાય. પરિસ્થિતિનું પરિવર્તન થાય તો પણ નિર્મળ મનઃસ્થિતિનું પરિવર્તન થવા ન દેવાય. અસહ્ય વેદનામાં સમાધિ ન રહે તો ઉપચાર કરવાની શાસ્ત્રમાં છૂટ બતાવી છે. પરંતુ કોઈ પણ સ્થિતિમાં મનને સંક્લિષ્ટ બનાવવાની છૂટ શાસ્ત્રમાં આવેલ નથી. નિર્મળ પરિણતિ એ જ આપણી મૂડી છે, અંતરંગ સંપત્તિ છે.
"असंक्लिष्टं चित्तरत्नमान्तरं धनमुच्यते । यस्यैतत् मुषितं क्लेशैः तस्य शिष्टा विपत्तयः ।।"
અસંક્લિષ્ટ ચિત્તરત્નને સંક્લેશરૂપી ચોર ઉપાડી જાય તો માત્ર વિપત્તિ જ બાકી રહે છે. અસંક્લિષ્ટ મનોવૃત્તિરૂપી મોક્ષમાર્ગથી આપણે દૂર ન ફેંકાઈ જઈએ તે માટે જ શાસ્ત્રમાં અપવાદમાર્ગ બતાવેલ છે. રાગ-દ્વેષના સંશ્લેષ પોષવા માટે જો અપવાદનો ઉપયોગ કરીએ તો તે માર્ગ નહિ પણ ઉન્માર્ગ કહેવાય. સંક્લેશરૂપી દારૂનો નશો કરીને સાધનાધનને ગુમાવવાનું નથી. ગજસુકુમાલ મુનિના ઉદાહરણને શાંતચિત્તે વિચારશું તો જરૂર ખ્યાલ આવશે કે. સર્વત્ર સદા સહિષ્ણુતાની ભઠ્ઠીમાં સેકાઈ જવા છતાં સંક્લેશનો ભોગ આપણે ન બનીએ-એ જ તારક પરમાત્માને પસંદ છે. એ જ તારણહાર જિનાજ્ઞા છે. એ જ સરળ, ટૂંકો અને સુરક્ષિત મોક્ષમાર્ગ છે.
અનાદિ કાળમાં અનંતા ઓઘા મેળવવા છતાં આવો આંતરિક, ગુપ્ત, અદશ્ય છતાં અનુભવગમ્ય એવો મોક્ષમાર્ગ આપણે લગભગ ક્યારેય મેળવેલ નથી. ધંધો કરવા છતાં નફો ન મેળવ્યો. ખાવા છતાં તાકાત ન મેળવી. ઠંડુ પાણી પીવા છતાં તરસ ન બુઝાઈ. લાઈટ ચાલુ કરવા છતાં પ્રકાશ ન પથરાયો. ઘણી મુસાફરી કરવા છતાં ઈષ્ટસ્થાને પહોંચી ન શક્યા. ઘણીવાર અગ્નિ મેળવવા છતાં
- ૪૧ -