________________
ઉષ્મા ન મેળવી શક્યા, ઠંડી દૂર કરી ન શક્યા. ખેતી કરવા છતાં અનાજ મેળવી ન શક્યા. ઘણી ગતિ કરવા છતાં પ્રગતિ કરી ન શક્યા. ઉગ્ર સાધના કરવા છતાં પણ સિદ્ધિને મેળવી ન શક્યા. આ કેવી આપણા ભૂતકાળની દયાજનક સ્થિતિ છે ! હવે આ સંયમજીવનમાં આનું પુનરાવર્તન નહિ પણ પરિવર્તન કરવાનું છે. માત્ર ક્રાંતિ નહિ પણ ઉત્ક્રાંતિ કરવાની છે કે જે માત્ર પ્રવૃત્તિનું નહિ પણ વૃત્તિનું ય ઊર્વીકરણ કરે. આના માટે જ આપણે સંયમજીવન મેળવેલ છે.
અમોઘ બાણવિદ્યાવાળા ચેડા રાજાને પ્રતિજ્ઞા હતી કે એક દિવસમાં એક વારથી વધુ બાણ ન ચલાવવું. એમ આપણે અહીં એવી વિશુદ્ધ ઉપશમવિદ્યા મેળવીએ કે હવેથી નવા ભવમાં, બાકીના સમગ્ર ભવચક્રમાં એક વારથી વધુ સંયમ જીવન ન મેળવવું પડે. બીજી વાર સંયમજીવન મેળવવાની જરૂર જ ન રહે. ચેડા રાજાને બીજી વાર બાણ ફેંકવાની જરૂર જ રહેતી ન હતી. બસ પછી લૌકિક વલણ છૂટે અને લોકોત્તર વલણ મેળવાય-કેળવાય, આત્મસાત્ થાય. પછી મજા જ મજા છે. આ ત્રણેય દુર્લભ ચીજ (પૂર્વે જણાવેલ બે ચીજ (૧) સરળતા (૨) નમ્રતા અને અહીં જણાવેલ (૩) વિશુદ્ધ ઉપશમભાવ) મેળવીએ તો જ ચોથી દુર્લભ ચીજ મળી શકે. એ ચોથી ચીજનો પરિચય આવતા પત્રમાં કરશું. ત્યાં સુધી આ ૩ દુર્લભ રત્નોને મેળવો-કેળવો અને જાળવો.
લખી રાખો ડાયરીમાં...
મનની ચંચળતા રવાના કરવાના ચાર અમોઘ ઉપાય. (૧) સૌમ્યતા (૨) અનુત્સુકતા (૩) ધીરજ (૪) સહિષ્ણુતા.
૪૨