________________
સમસ્યા ત્રણ ઉપાય એક
ત્રીજી દુર્લભ ચીજ વિશુદ્ધ ઉપશમભાવને આત્મસાત્ કરવાનો ઉદ્યમ ચાલુ હશે. આજે ચોથી દુર્લભ ચીજની વાત કરવી છે. તેનું નામ છે અનાસક્ત ભાવે દેહાધ્યાસનો ત્યાગ.
અનાદિ કાળથી આપણને દેહનો વળગાડ છે. મકાનથી આપણો સંપર્ક દૂર છે. તેના કરતાં વસ્ત્રનો સંપર્ક નજીક છે. તેના કરતાં ચામડીનો સંપર્ક વધુ નજીક અને તેના કરતાં પણ શરીરનો સંપર્ક વધુ નજીક. અનાદિનું સાતત્ય અને અતિનજીકનું સાતત્ય, આના જ કારણે મકાન, વસ્ત્ર કરતાં ચામડી ઉપર વધુ આસક્તિ અને તેના કરતાં પણ દેહ ઉપર જીવોને સહુથી વધુ આસક્તિ છે. Nearest Body becomes the Dearest.
(૧) પેટ બગડે કે (૨) માથું ચડે તો બેચેની, અકળામણ અને ગુંગળામણનો અનુભવ થાય. (૩) તાવ આવે અને સમતા ભાગી જાય. (૪) વિહાર લાંબો હોય તો મનમાં અજંપો રહે. (૫) ગામ ધારણા કરતાં વધુ દૂર હોય તો મન ખિન્ન બને. (૬) મચ્છર બેસે અને કાઉસગ્ગ ભાંગવાનું મન થાય. (૭) ગોચરી ઠંડી, પ્રતિકૂળ આવે અને મનમાં ઉદ્વેગ થાય. (૮) અનુકૂળ ગરમ ગોચરી વધુ વાપરવાનું મન થાય. (૯) બપોરે ઉનાળામાં દૂરના ઘરોમાં બહુ ઉપરના માળે ગોચરી જવાનો ઉલ્લાસ ન થાય. (૧૦) કાપ વહેલો કાઢવાનું મન થાય. (૧૧) ફોટાના આલબમમાં આપણા ફોટા ઉપર સૌપ્રથમ નજર જાય. (૧૨) આપણો કોઈએ અજાણતા પણ પાડેલ સુંદર ફોટો દેખીને મન પ્રસન્ન થાય. (૧૩) ગરમીના દિવસોમાં ઠંડુ પાણી પીવાની ઝંખના રહે. (૧૪) ઉનાળામાં ઠંડકવાળું સ્થાન મેળવવાની ગણતરી. (૧૫) ટેકો લઈને બેસવાની વૃત્તિ. (૧૬) સુખાસનમાં આખો દિવસ બેસવાની રુચિ. (૧૭) રાત્રે સંથારામાં સૂતી વખતે ઠંડકનો અનુભવ. (૧૮) વિહારમાં
—-૪૩ -
૪૩