________________
(૨) આપણી આરાધનાને બને ત્યાં સુધી ગુપ્ત રાખી સ્વપ્રશંસાથી દૂર રહેવું. આ બે ઉપાય અમોઘ છે. તેનાથી અવશ્ય નમ્રતા પ્રાપ્ત થાય છે - એવો અનુભવ છે. પરંતુ નિષ્ફળતા વખતે આવતી હતાશા કે નિરાશાને નમ્રતા માનવાની ભૂલ ના કરશો. સરળતા + નમ્રતાને આત્મસાત્ કરવાનો પ્રબળ પુરુષાર્થ ચાલુ કરો પછી બીજી બે દુર્લભ વસ્તુની વાત જણાવું છું.
લખી રાખો ડાયરીમાં...
ગુરુને તરછોડનારનું પુણ્ય તકલાદી હોય, પરલોક બગડેલ હોય, મોક્ષ દૂર હોય, અનુબંધ મલિન હોય.
પોતાનો ઈતિહાસ લખવો જેને ગમે છે તેને ઈતિહાસકારો યાદ કરતા નથી.
વૈરાગ્ય ન હોય ત્યાં તાત્ત્વિક સમર્પણભાવ ન હોય. ગુરુસમર્પણ ન હોય ત્યાં પારમાર્થિક ગુરુકૃપા ન હોય.
૩૬