________________
સંયમીના
કાનમાં
• લેખકની ઊર્મિ •
વિશ્વકલ્યાણકર શ્રી જૈનશાસનમાં પૂર્વમહર્ષિઓએ “લોહીની સગાઈ કરતાં ધર્મની સગાઈ ચઢિયાતી છે, કલ્યાણકારી અને મંગલકારી છે. એવું જણાવેલ છે. મોક્ષયાત્રામાં આગળ વધવા વર્તમાનકાળની લોહીની સગાઈને ધર્મસગાઈમાં રૂપાંતરિત કરવા માટે અને જેની સાથે લોહીનો સંબંધ હોય તેવા માતા, પિતા, ભાઈ, બહેન વગેરે મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધે તેવી પ્રેરણા તથા માર્ગદર્શન આપવા માટે પ્રયત્નશીલ રહેવું એ ધર્મને સમજેલ પ્રત્યેક સાધકનું અંગત કર્તવ્ય છે.
આ હકીકતને ખ્યાલમાં રાખીને સંસારીપણે બેન સાધ્વીજીશ્રી કલાવતીશ્રીજી મ. ઉપર પ્રેરકપત્રો લખેલા. સૌથી વધુ મારક તત્ત્વ શું ? મોક્ષે જવાનો સરળ ઉપાય, ચાર દુર્લભ ચીજ વિશે ઉત્તરાધ્યયન સૂત્રની મીમાંસા. ૪ સુંદર દૃષ્ટિ, ૪ ત્યાજય દૃષ્ટિ, મુહપત્તિનો ઉપયોગ.. વગેરે વિષયો ઉપર અનેક વર્ષોથી જે ચિંતન કરેલું તે શાસ્ત્રદોહન પત્રોમાં ભરવાનો પ્રયત્ન કર્યો. ઘણાં સંયમીઓની