________________
માગણી હતી કે આ સાહિત્ય પુસ્તકરૂપે પ્રગટ થાય તો અનેક મુમુક્ષુઓને અને સંયમીઓને લાભ થાય. સંસારીપણે નાનીબેન પ્રીતિકુમા૨ીની ભાગવતી પ્રવ્રજ્યાના મંગલપ્રસંગે વિ.સં.૨૦૫૪ મહાસુદ ૧૧ના પવિત્ર દિવસે પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન કરવા માટે વેરાવળનિવાસી રણછોડભાઈ વાંદરવાલા તથા મનોજભાઈ પારેખ વગેરેએ પણ જવાબદારી લેવાની તૈયારી દર્શાવી. તેના પરિણામ સ્વરૂપે “સંયમીના કાનમાં” પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ. નકલ ખૂટી જતાં તથા પૂજ્ય સંયમીઓ તથા મુમુક્ષુઓની પુસ્તિકા અંગે માગણી વધતાં સુધારા-વધારા અને શાસ્ત્ર પાઠોના સંવાદ દ્વારા મૌલિક પત્રોને મહદંશે લેખ સ્વરૂપે ગૂંથીને બીજી આવૃતિ પ્રગટ થઈ રહી છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો અને દીક્ષાર્થી ભાઈ-બહેનોના આત્મોત્થાનમાં, મોક્ષમાર્ગે હરણફાળ ભરવામાં પ્રસ્તુત પ્રકાશન ઉપયોગી બને તેવી મંગલ કામના.
અક્ષયતૃતીયા, વિ.સં.૨૦૫૫
પાલીતાણા.
ગુરુપાદપદ્મરેણુ મુનિ યશોવિજય
લખી રાખો ડાયરીમાં...
(૧) જયણાનું પાલન સંયમનો પક્ષપાત જણાવે છે. તેમ (૨) સંયમીને સહાય કરવી, સંયમીને અનુકૂળ બનવું, સંયમીને અનુકૂળ બનવા જાગૃતિ કેળવવી એ પણ સંયમનો જ પક્ષપાત છે. તેમ છતાં બીજા નંબરનો સંયમનો પક્ષપાત બળવાન છે. કારણ કે તેમાં અભિમાનના અનુબંધ તૂટવાની શક્યતા ઘણી વધારે છે.
૨