________________
(૯) તો શું સંયમનો પક્ષપાત મોક્ષનું અમોઘ કારણ છે ? ના, સંયમનો પક્ષપાત હોવા છતાં પણ મરીચિ ઉસૂત્રપ્રરૂપણાની ભૂલ કરી બેઠા.
(૧૦) તો શું ચારિત્ર? ના દીક્ષા લેવા છતાં અરણિક મુનિવર પતન પામ્યા. પરમાત્માના હાથે દીક્ષા લેવા છતાં જમાલી પરમાત્માની સામે જ બંડખોર અને બળવાખોર બન્યા. તપ-ત્યાગ-જ્ઞાન-ધ્યાનમાં -મસ્ત એવા ઉગ્ર સાધકો તિષ્યગુપ્ત-રોહગુરૂ-શિવભૂતિ વગેરે નિહનવ બન્યા.
તો પછી એવી કઈ સાધના છે ? કે જેનો આશ્રય લેવાથી સાધક પડ્યા વિના ઝડપથી ચોક્કસ મોક્ષને મેળવી શકે ? છે તેવો કોઈ ઉપાય ? હા, તેનું નામ છે વૈયાવચ્ચ. વૈયાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ છે. વૈયાવચ્ચ એવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાવી આપે છે કે જેના દ્વારા મોક્ષપ્રાપક અવંધ્ય સામગ્રી મળે છે. (૧) નિઃસ્વાર્થ ભાવે (૨) પૂજ્યત્વબુદ્ધિથી (૩) વિવેકદષ્ટિપૂર્વક આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ, તપસ્વી, ગ્લાન, બાલ, વૃદ્ધ વગેરેની ભક્તિ, સેવા, વૈયાવચ્ચ કરવાના લીધે તો ભરતચક્રવર્તી, બાહુબલી વગેરે બાહ્ય અત્યંતર ઐશ્વર્ય પ્રાપ્ત કરીને મુક્તિ પામ્યા. મોક્ષસામગ્રી આપીને તેમાં જીવને યોગ્ય રીતે પ્રવૃત્તિ કરાવ્યા વિના વૈયાવચ્ચજનિત પાવન પુણ્ય રવાના ન થાય. માટે જ ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં “સત્રે હિર પરિવા, વેચાવત્ર પુખો મદિવાકુ આવું કહેવા દ્વારા શ્રી ભદ્રબાહુસ્વામીજીએ તેને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. પણ તેની ઉપરોક્ત ત્રણ શરત પળાવી જોઈએ.
વૈયાવચ્ચનો મતલબ છે, જે જીવ જે ધર્મકાર્યક્ષેત્રમાં અસમર્થ હોય તેને તે કાર્યક્ષેત્રમાં સમર્થ બનાવવો. તથા તે રીતે સમર્થ ન થાય ત્યાં સુધી તેને તે ધર્મકાર્યમાં સહાય કરવી. બાળ, ગ્લાન સાધુ ગોચરી લાવવામાં અસમર્થ હોવાથી તેને ગોચરી લાવી આપવી તે વૈયાવચ્ચ કહેવાય. તેમ જેને ગોચરી લાવતા આવડતી ન હોય તેને ગોચરી
૧૭