________________
સાધના સરળ ઉપાસના કહષા.
કલિકાલમાં સદ્ગુરુ મળવા દુર્લભ છે. અને મળ્યા પછી પણ ફળવા તો અતિદુર્લભ છે. સદ્દગુરુ ફળવા એટલે સદ્દગુરુની ઉપાસના કરવી. જેને સદ્ગુરુની ઉપાસના નથી આવડતી તેની બાહ્ય ઉગ્ર દેખાતી સાધના પણ પોકળ, પોલી સમજવી. સદ્ગુરુની સમ્યક ઉપાસના એ જ સંયમજીવનનો સાર છે. સદ્દગુરુની ઉપાસના એટલે નિઃસ્વાર્થભાવે બિનશરતી શરણાગતિ. તે આવે એટલે સદ્ગુરુના કઠોર |કડવા વચન પણ અમૃતતુલ્ય અનુભવાય. ઉમાસ્વાતિજી મહારાજે પ્રશમરતિમાં જણાવેલ છે કે “ધન્ય જીવ ઉપર ગુરુના આક્રોશ વચનો હિતશિક્ષારૂપે વરસે છે.”
શિષ્યોના પ્રમાદ, સ્વચ્છંદતા, ઉદ્ધતાઈ, અભિમાન વગેરેને તાત્કાલિક દૂર કરવાની દૃષ્ટિએ ગુરુની અનુગ્રહ કૃપા કરતાં પણ નિગ્રહ કૃપા ઘણી ચઢિયાતી છે. તેને અનુભવવાની મસ્તી કોઈક અનેરી હોય છે. ચંદનબાળાજીએ મૃગાવતીજીને ઠપકો ન આપ્યો હોત અને મૃગાવતીજીએ તેને ઝીલ્યો ન હોત તો મૃગાવતીજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ ન હોત. ઠપકો ઝીલવા માટેની તત્પરતા વિના અનાદિકાલીન કુસંસ્કારોને / કુસંજ્ઞાઓને દૂર કરવાનું કામ ખૂબ જ કઠણ છે. ટાંકણાના ઘા ન ઝીલી શકનાર પોચો પર કદાપિ પ્રતિમા કે પરમાત્મા બનીને પૂજવા લાયક બની શકતો નથી. તેમ ગુરુના આક્રોશને સહન કરવાની તૈયારી ન રાખનાર સાધક શિવસ્વરૂપ બનવાને પાત્ર બની શકતો નથી.
તમારા ગુરુમહારાજ શાંત / સૌમ્ય સ્વભાવના હોવાથી એમને વ્યક્તિગત ભાવપૂર્વક વિનંતિ કરવી કે “મારા દોષ મને કડક અક્ષરમાં જણાવતા રહેજો.' જે દિવસે સદ્ગુરુનો ઠપકો ન મળે તે દિવસ વાંઝીયો લાગે તો સમજવું હવે તાત્ત્વિક સંયમપરિણતિ નિષ્પન્ન થઈ રહી છે. માટે ગચ્છાચારપયજ્ઞામાં કહેલ છે કે શિષ્ય ભૂલ કરે ત્યારે તેને લાકડીથી ફટકાનારા ગુરુ સારા પરંતુ શિષ્યને જીભથી ચાટનાર | લાડકોડથી ઉછેરનાર ગુરુ સારા નહિ.
૬૭