________________
વ્યવહાસૂત્રભાષ્યમાં પણ આ જ વાત જણાવતાં કહેલ છે કે “નિહાÇ वि लिहंतो न भद्दओ जत्थ सारणा णत्थि । दंडेण वि ताडेंतो स भद्दओ સારા ખત્વ ।।' (ભાગ-૩, ૩દે.-૧/Ī.૩૮૨) માટે જ સંયમની સાધના સરળ છે. પરંતુ ગુરુતત્ત્વની ઉપાસના બહુ અઘરી છે.
ગુરુતત્ત્વની ઉપાસના કરતાં આવડે તો અભવ્ય ગુરુ મળ્યા હોય તો પણ તરી જવાય. અને ઉપાસના ન આવડે તો તદ્ભવ મોક્ષગામી ગુરુ મળ્યા હોય તો પણ ગોશાળાની જેમ અનંત સંસાર કદાચ વધી જાય. માટે ક્યારેય ગુરુતત્ત્વની મનથી પણ અવહેલના / આશાતના / અનાદર થઈ ન જાય તે માટે ખૂબ જ જાગૃતિ કેળવજો. ગુરુતત્ત્વની વિરાધના એ સમ્યગ્ દર્શનની વિરાધના છે. જ્ઞાનવિરાધના અને ચારિત્રવિરાધના કરતાં પણ સમ્યગ્દર્શનની વિરાધના વધુ ભયંકર છે. સમ્યગ્દર્શનની વિરાધના આપણને ચીકણાં ચારિત્ર મોહનીય અને ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બંધાવે, ભલે ને જીવનભર ઉગ્ર તપ – ત્યાગ – સ્વાધ્યાય - શીલ આદિથી આપણે જીવનને સમૃદ્ધ બનાવીએ. ગોશાળાનો અનંત સંસાર વધવાનું મુખ્ય કારણ ગુરુતત્ત્વની આશાતના જ છે. આ વાત ખ્યાલમાં આવે માટે જ આપણે રોજ પગામ સજ્ઝાયમાં ૩૩ આશાતનાઓને એક એકના નામપૂર્વક અલગ-અલગ યાદ કરીએ, તેવી વ્યવસ્થા ગણધર ભગવંતોએ કરેલી છે. આ વાત પૂર્વે (પૃષ્ઠ-૧૧) જણાવેલી જ છે.
-
ગૌતમ સ્વામીજી કરતાં પણ આપણું સૌભાગ્ય અપેક્ષાએ ચઢિયાતું છે. કારણ કે વીતરાગ ગુરુ દીક્ષા પછી વિશિષ્ટ પ્રકારે વ્યક્તિગત કાળજી, સારણા, વારણા આદિ કરી ન શકે. જ્યારે છદ્મસ્થ ગુરુ ભગવંત સારણા, વારણાદિ કરીને આપણું જતન/કાળજી કરી શકે છે. જો આ રીતે દૃષ્ટિને ઉદાર-વિશાળ બનાવતા આવડે તો ‘ગુરુ આપણા પક્ષે છે કે નહિ ?' તે વિચારવાના બદલે ‘આપણે ગુરુદેવના પક્ષે છીએ કે નહિ ?’ તેવી તાત્ત્વિક આધ્યાત્મિકલાભદાયી વિચારસરણી મળી જાય, કે જે અનંતકાળના ભવભ્રમણ પછી પણ મળવી દુર્લભ છે.
પુષ્પચુલા સાધ્વીજીને અર્ણિકાપુત્ર આચાર્યમાં ગુરુ તત્ત્વની ઉપાસના કરતાં આવડી ગયું તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ ગુરુ કરતાં
૬૮