________________
કરતાં ત્રીજી દષ્ટિ છોડવી અઘરી છે. તથા સૌથી વધુ મુશ્કેલ હોય તો ચોથી ઘેટાંની દૃષ્ટિનો પરિહાર. જીવનની તમામ ઘટનાઓ અને મનની પરિવર્તનશીલ વૈચારિકતાનો ચોકસાઈથી અભ્યાસ કરશો તો આ વાત તરત સમજાઈ જશે. કારણ કે બીજાને સંયમી તરીકે માન્યા પછી પણ પોતાના જીવનમાં તારક યોગો વિશે પ્રબળ રુચિ, સક્રિય ઉત્સાહને આત્મસાત કરવાનું કામ બહુ અઘરું છે. આરાધનામાં રુચિ જાગે પછી પણ ઈર્ષા-નિંદાથી અલિપ્ત રહેવું વધુ કઠણ છે. ઈર્ષ્યા વગેરે છૂટે તો ય આરાધનામાં શિથિલતા ઘૂસી ન જાય તેની સતત સાવધાની રાખવાનું કામ તો વધુ કપરું છે. માટે તો “સમય ગોયમ ! મા પમાયએ'ની મીઠી શરણાઈ સમવસરણમાં વિરપ્રભુ વારંવાર વગાડતા હતા ને ! પારમાર્થિક સમકિતની પ્રાપ્તિ પછી પણ સર્વવિરતિગુણસ્થાનકમાયોગ્ય અધ્યવસાયો ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ બાદ મળે-આવી જે વાત ભગવતીસૂત્ર, કમ્મપયડી, આવશ્યકનિર્યુક્તિ, પ્રવચનસારોદ્ધાર વગેરેમાં મળે છે તે પણ આ જ વાતની સાક્ષી પૂરે છે ને ! - આ ચાર દષ્ટિનો વળગાડ છૂટે તો જ પૂર્વોક્ત માઈક્રોસ્કોપદષ્ટિ, X-Ray જેવી દષ્ટિ વગેરે ૪ દૃષ્ટિ મળી શકે. પછી જ ભાવનાજ્ઞાનની સાચી મસ્તીને સંયમી માણી શકે. પછી “મોક્ષ નજીક છે' - તેવી સ્વાનુભૂતિ પણ જરૂર થશે. તેનો આનંદ કલ્પનાતીત હશે. તમે પણ એ સ્તર સુધી વહેલી તકે પહોંચો એવી મંગળ કામના.
(લખી રાખો ડાયરીમાં....)
ભાવ સંયમી ક્યારેય કોઈ શિષ્યના દિલમાં તેના ગુરુ પ્રત્યે દીવાલ ઊભી કરવાનું પાપ ન કરે. સાત્ત્વિક કોણ ? આક્રોશ પરિષહને પ્રસન્નતાથી જીતે તે.