________________
કરે તેમાં પ્રશંસનીય તરીકે આપણું નામ ગોઠવાઈ જાય તો રાજી થઈએ. (૫) પ્રશંસામાં આપણા નામનો પ્રવેશ થાય તેવું ઈચ્છીએ. (૬) પુસ્તક, નોટ, ડાયરી વગેરેમાં આપણું નામ સુંદર અક્ષરે લખવાનું મન થાય. (૭) આવતી અનેક ટપાલોમાં આપણા નામની ટપાલ આવી છે કે નહિ ? તેની જિજ્ઞાસા થાય. (૮) કોઈના ઉપર આવેલી કોઈની ટપાલમાં આપણો નામોલ્લેખ થયો છે કે નહિ ? (૯) આપણને વંદના, અનુવંદના, સુખશાતા જણાવેલ છે કે નહિ ? (૧૦) આપણા કરતાં નાના પર્યાયવાળાનું નામ આગળ આવે અને આપણું નામ પાછળ આવે તો મનમાં અજંપો રહે. (૧૧) કોઈ નિંદા કરે તેમાં મારા નામનો ઉલ્લેખ તો થતો નથી ને ? એની સાવધાની રાખવાનું વલણ આવે. (૧૨) સારા સંયમી તરીકે ગુરુદેવ, વડીલો આપણા નામનો ઉલ્લેખ કરે ત્યારે મનમાં આનંદનું મોજુ ઊંડે ઊંડે ફરી વળે. આ બધો નામાવ્યાસનો વિચિત્ર વિલાસ છે. અનામી આત્માને વળી નામનો કેવો વળગાડ? અશરીરી એવા આત્માને વળી શરીરનો આ કેવો વળગાડ ?
દેહાધ્યાસ અને તેનાથી ઉભો થયેલ નામાધ્યાસ. એ બન્નેના બળથી કામાવ્યાસ ઊભો થાય છે. કામવાસનાનો વળગાડ ! પોતાના રૂપરંગને અને વિજાતીયના રૂપ-રંગને જોવાનું આકર્ષણ પણ સંયમભ્રષ્ટ કરાવી દે છે. દેહાતીત, નામાતીત અને રૂપાતીત બનવા નીકળેલ સાધક દેહ, નામ અને રૂપ-રંગની પાછળ જ પાગલ બને એ કેવી કરૂણ દુર્ઘટના છે? દેહાધ્યાસ, નામાવ્યાસ અને કામાવ્યાસ - આ ત્રણેય આપણા મોટા શત્રુ છે. એ જો ખતમ થાય તો મોક્ષ દૂર નથી.
આ ત્રણને રવાના કઈ રીતે કરવા ? તેનો ઉપયોગ શું ? આ પ્રશ્નોનો જવાબ આ જ પત્રમાં લખું છું. બિનશરતી ગુરુશરણાગતિ આ એક જ માત્ર ઉપાય છે અનાસક્તભાવે દેહાધ્યાસ, નામાધ્યાસ અને કામોધ્યાસને સંપૂર્ણતયા દૂર કરવાનો. તેની પ્રક્રિયા આ રીતે છે.
- ૪૯ -