________________
તોડવો કદાચ સહેલો હશે, પણ અનાસક્ત ભાવે દેહાધ્યાસ તોડવો ખૂબ જ મુશ્કેલ છે, દુષ્કર છે. માન કષાયથી કે ધનની આસક્તિથી ગૃહસ્થો દેહાધ્યાસ તોડે જ છે ને ! સંસારી લોકો ધંધામાં ભૂખમરો વેઠીને પણ કાળી મજૂરી કરે જ છે ને ! પણ તેની કોઈ કિંમત અધ્યાત્મ ક્ષેત્રે નથી.
૫૦ વર્ષ સુધી ઘાસલેટ ફ્રીઝમાં રહે તો પણ તેની દાહક શક્તિમાં કોઈ જ ઘટાડો થતો નથી. તેમ વર્ષો સુધી આરાધના કરીએ પણ દેહાધ્યાસ જો અકબંધ હોય તો કર્મના અશુભ અનુબંધમાં કોઈ જ ઘટાડો થઈ ન શકે. કોડ પૂર્વ સુધી અભવ્ય જીવ દેહાધ્યાસ તોડે છે. તે પણ અનાસક્તભાવથી નહિ. અનાસક્તભાવે અભવ્ય દેહાધ્યાસ તોડી શકતો નથી. સ્વર્ગની આસક્તિ તેની પાછળ ગોઠવાયેલી જ છે. તેથી જ મલિન અનુબંધમાં ઘટાડો થતો નથી. આપણે તો કર્મના કાળા અનુબંધો તોડવાના છે. તે માટે અનાસક્ત ભાવથી દેહાધ્યાસ તોડવો જ રહ્યો.
યાદ રાખવું કે માનકષાય કે લોભકષાયની આસક્તિથી જે દેહાધ્યાસ તોડીએ તે માત્ર મજૂરી છે, અકામનિર્જરા કે બાલતપ છે. અનાસક્ત ભાવથી દેહાધ્યાસ તોડીએ તે જ સાધના સકામનિરા બને. સમ્યક જ્ઞાનવાળો પ્રતિપળ અનાસક્ત ભાવે દેહાધ્યાસ તોડે છે. તેથી તેની પ્રત્યેક ક્રિયા નિર્જરામય છે. માટે દરેક શ્વાસોચ્છવાસમાં જ્ઞાની કર્મ ખલાસ કરે છે.
માત્ર દેહાધ્યાસ નહિ, નામાવ્યાસ પણ તોડવાનો છે. (૧) ૫૦ માણસની વચ્ચે ઘોંઘાટમાં પણ આપણું નામ કોઈ બોલે કે તરત કાન તે તરફ દોડે. (૨) ગમે તેટલા કોઈ કામમાં એકાકાર થઈ ગયા હોઈએ તો પણ આપણું નામ કોઈ બોલે કે તરત જ ત્યાં ઉપયોગ જાય, લક્ષ્મ જાય. (૩) દીક્ષાનો પર્યાય વધે તેમ પત્રિકા, પોસ્ટર, બેનર, સ્ટિકર, દેરાસરનું બોર્ડ વગેરે ઉપર આપણું નામ આવે તેવી અપેક્ષા ઉભી થાય. (૪) કોઈની પ્રશંસા કોઈ
- - ૪૫ }