________________
જ્ઞાનાવરણ કર્મ બંધાય. એટલે ગોખવાનું વધુ અઘરું બને. આમ વિષચક્ર ચાલે જ રાખે. તો કેવલજ્ઞાન ક્યારે મળે? તેથી જ્ઞાન ઝડપથી ચઢે નહિ અથવા સવારની ગાથા સાંજે ભૂલાઈ જાય તો પણ ગોખવાનો પુરુષાર્થ ચાલુ રાખવો એ જ કર્તવ્ય છે. ગાથા ગોખવામાં આવતો કંટાળો એ ચીકણા જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. રોજની ૭૦૦ ગાથા કંઠસ્થ કરનારા બપ્પભટ્ટસૂરિજી મહારાજ, રાજસભામાં જતાં જતાં પાલખીમાં ઉપદેશમાલા ગોખનાર મંત્રી પેથડશા, પ૬ વર્ષની ઉંમરે સિદ્ધહેમ વ્યાકરણ અને છંદોનુશાસન કંઠસ્થ કરનારા કુમારપાલ મહારાજા, પ્રતિદિન સાત-સાત વાચનાને કંઠસ્થ કરનારા સ્થૂલભદ્ર સ્વામીજી વગેરે રોજ નવું ભણવાની બાબતમાં ઉત્કૃષ્ટ આદર્શરૂપ છે.
(૨) જિનવચનમાં બીજા પ્રકારનો પ્રમાદ એટલે ગાથાનું પુનરાવર્તન કરવામાં આવતો કંટાળો. નવી ગાથા ગોખવામાં ઉત્સાહ આવવો હજુ સરળ છે, કેમ કે તેમાં આપણો માનકષાય પુષ્ટ બની શકે છે. જ્યારે પુનરાવર્તનમાં કર્મનિર્જરા થવા છતાં માનકષાય પુષ્ટ ન થવાથી કંટાળો આવવાની ઘણી શક્યતા છે. માટે નવી ગાથા ગોખવી સરળ છે. પરંતુ કંઠસ્થ કરેલી ગાથાને રોજ પુનરાવર્તન કરીને ઉપસ્થિત રાખવી ઘણી અઘરી છે. શક્તિ હોવા છતાં નવી ગાથા ન ગોખવામાં જેમ જ્ઞાનાવરણ કર્મ બંધાય એમ પુનરાવર્તન કરવામાં આવતા કંટાળાને લીધે, ગોખેલી ગાથાને ભૂલવાથી પણ જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. પુનરાવર્તન કરવામાં જેમ જેમ ઉત્સાહ વધે તેમ તેમ જ્ઞાનાવરણ કર્મ ખપે.
દેવલોકમાં રોજ ૫૦૦ ગાથા પ્રમાણ પુંડરિક અધ્યયનનું અદમ્ય ઉમંગથી પુનરાવર્તન કરવાના લીધે તો વજસ્વામીએ ૩ વર્ષની ઉંમરે સાંભળવા માત્રથી ૧૧ અંગ કંઠસ્થ કરી લીધા. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજની જૈનશાસનને પ્રાપ્તિ થઈ તેમાં સાધ્વીશ્રી યાકિનીમહત્તરાના પુનરાવર્તન' નામના તૃતીય સ્વાધ્યાયનો ફાળો મહત્ત્વનો છે. અવંતિસુકુમાલને નલિનીગુલ્મ વિમાનના સુખને મેળવવા સંયમી બની
૩૦૯