________________
કોઈ અવકાશ નથી. વર્તમાનની આપણી શ્રદ્ધા તો લૂલી - લંગડી છે કે જે અવાર-નવાર માંદગી, થાક, વિહાર આદિ પ્રસંગે સંયમજીવનમાં અતિચાર લગાડે છે.
વળી, વિહારમાં ૧૨ના બદલે દશ કીલોમીટર નીકળે, ગોચરીપાણી વિના તકલીફે નજીકમાં મળી જાય, કોઈક ભગત મળી જાય, ઠંડુ પાણી-ઠંડકવાળી જગ્યા ઉનાળામાં મળે કે ‘હાશ !' આવી અનુભૂતિ કરાવે તે શ્રદ્ધા કેવી પાંગળી કહેવાય ? ૯મા ત્રૈવેયકમાં જવા આવી તકલાદી શ્રદ્ધા કામ ન લાગે. ઉગ્ર ઉપસર્ગ-પરિષહની વણઝાર વચ્ચે પણ નિરતિચાર સંયમજીવન અનંતીવાર દીર્ઘકાળ સુધી પળાવે તે શ્રદ્ધા કેવી જ્વલંત હશે ? તેથી તેવી શ્રદ્ધા પણ આપણે અનંતવાર મેળવી જ હશે એ સિદ્ધ થાય છે.
-
પ્રસ્તુતમાં મારો પ્રશ્ન એ છે કે અનંતવાર નિરતિચાર સંયમજીવન જીવવા છતાં આપણું ઠેકાણું ન પડયું તો વર્તમાનકાળના અતિચારબહુલ વિરાધકભાવયુક્ત બકુશ-કુશીલ ચારિત્રથી આપણી ભવભ્રમણયાત્રા શું બંધ પડશે ? સંસાર છોડવા છતાં વર્તમાન સંયમજીવનથી જો મોક્ષમાર્ગે એક પણ કદમ આગળ ચાલી ન શકાય તો શું દીક્ષા માત્ર બાહ્ય કાયકષ્ટ જ બની રહેશે ? મેરુપર્વત જેટલા ઊંચા ઓઘાના ઢગલામાં શું એવા એક નિષ્ફળ ઓઘાનો વધારો કરવાનો ? જો એવું જ થાય તો આપણે કેટલા દયાપાત્ર બનીએ ? ઘાંચીના બળદ જેવી દશા શું આપણને મંજૂર છે ?
જો નામંજૂર હોય તો પ્રશ્ન એ છે કે અનંતવાર નિરતિચાર સંયમજીવન મેળવ્યા પછી પણ જે આપણને ભૂતકાળમાં કદી મળેલ નથી તે ચીજ શું આપણે આ જીવનમાં મેળવી છે ? શું તે મળેલ હોય તેવી અનુભૂતિ આનંદ-સંતોષ થાય છે ? શું તેને આપણે ઓળખીએ છીએ ખરા ? આ વિચાર આપણને કેટલી વાર આવે છે ? જેની ગેરહાજરીથી અનંતા નિરતિચાર સંયમજીવન નિષ્ફળ ગયા તે પરમતત્ત્વને પામવાની ઝંખના-તમન્ના પણ શું આપણને
૨૩