________________
એક સમસ્યા
ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવેલ છે કે મનુષ્યભવ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમજીવન આ ચાર ચીજ અત્યંત દુર્લભ છે. અને પન્નવણા ગ્રંથમાં જણાવેલ છે કે, ‘એગમેગસ હું ભંતે મણુસસ્સ ગેવેજ્જગદેવત્તે કેવઈયા દŽિદિયા અઈયા ? ગોયમા ! અણંતસો’ (પ્ર.ઈન્દ્રિયપદ - સૂ.૩૧) અર્થાત્ વ્યવહાર રાશિમાં આવેલ પ્રાયઃ બધા જીવ અનંતવાર નવમાં ચૈવેયકમાં દેવ તરીકે ઉત્પન્ન થયેલ છે. ભક્તપરિશા પયન્ના (૭૯). ભગવતીસૂત્ર (શ.૧૨/ઉદ્દેશો-૭), જીવાજીવાભિગમ (૩/૨/૨૨), પુષ્પમાલા (૨૨૬), પંચાશક (૧૪/ ૪૮), ઉપદેશપદ (૨૩૩), પંચવસ્તુક (૧૭૩૮-૩૯), ઉપદેશમાલા (૫૨૧), ધર્મબિંદુવૃત્તિ (૭/૩૬) વગેરેમાં પણ નવમા ગ્રેવયકમાં અનંત વાર ઉત્પન્ન થવાની વાત આવે છે. ચારિત્રજીવન નિર્મળ રીતે પાળ્યા વિના તો નવ ત્રૈવેયકમાં દેવ તરીકે જન્મ ન જ મળે. કારણ કે નિરતિચાર ચારિત્રવાળા જીવો જ નવમી ત્રૈવેયકમાં ઉત્પન્ન થઈ શકે છે એવું ભગવતી સૂત્રમાં જણાવેલ છે. તેથી પ્રશ્ન એ છે કે અનંતા ઓઘા લેવા છતાં, નિરતિચાર સંયમ જીવન ક્રોડ પૂર્વ સુધી અનંતીવાર પાળવા છતાં મોક્ષ કેમ ન થયો? એવું શું ખૂટી પડ્યું કે અનંતા નિરતિચાર ચારિત્ર પણ નિષ્ફળ ગયા ? મનુષ્યભવ + ધર્મશ્રવણ + શ્રદ્ધા + ચારિત્રજીવન જેવી ચાર દુર્લભ અમૂલ્ય ચીજની અનંતવા૨ પ્રાપ્તિ થવા છતાં શેની ગેરહાજરીથી ભવભ્રમણનો વિરામ ન થયો ? ૧ પૂર્વ ૭૦,૫૬૦ અબજ વર્ષ. આવા કરોડ પૂર્વ સુધી નિરતિચાર ચારિત્ર અનંતીવાર પાળ્યું. તેથી શ્રદ્ધા વિના જ તે પાળ્યું તેમ તો કેમ માની શકાય ?
વર્તમાન ભવમાં આપણને જે શ્રદ્ધા અને સંયમજીવન મળેલ છે તે અનંત કાળમાં ક્યારેય મળેલ નહિ હોય-એમ માનવાને
-
-
૨૨
=