________________
સર્જાને
જ છે. ઓશનિયુકિશાસનમાં એક સારા દિલથી પકડી
સાચો સંયમી પોતાની સાવધાનીથી ટ્રેષને ઉદયમાં આવવા જ ન દે. કદાચ ઉદયમાં આવી જાય તો તેમાં પંચર પાડ્યા વિના ન રહે. તેના બદલે બીજાની ભૂતકાળની ભૂલ યાદ કરવા દ્વારા કષાયની ઉદીરણા કરે તે અંદરથી પાકો સંસારી હોય, સંયમી ન હોય. બીજાને ભૂતકાળની ભૂલો યાદ કરાવવા દ્વારા સ્વ-પરને કષાયની ઉદીરણા કરાવવી તે તો સંસારી માનસની નિશાની છે.
હવે સાવધાન થવાનું છે. નવી ગીલ્લી, નવો દાવ. મજબૂત સંકલ્પ કરીએ કે “કોઈ પણ સંજોગમાં મારે દ્વેષ-દુર્ભાવ કરવો નથી. સમાધાનની કળા આત્મસાત્ કરવી છે. શાસ્ત્રમાં તો કરોડો વાતો કહેલી છે. તેમાંથી એકાદ પણ મને લાગુ પડતી વાતને ખરા દિલથી પકડીને ઝડપથી મુક્તિને પામવી છે.” જિનશાસનમાં એક એક યોગથી અસંખ્ય જીવો મોક્ષે ગયા છે. ઓઘનિર્યુક્તિમાં કહેલ છે. “નો નો નિવાસसणंमि दुक्खक्खया पउंजंते । एक्किक्कमि अणंता वटुंता केवली जाया।।" (ગા.૨૭૮) સાચા દિલથી, પ્રતિકૂળતામાં પણ, આપણને લાગુ પડતા એવા એકાદ વચનને દઢતાથી પકડી રાખીએ તો તે શાસ્ત્રવચન આપણને અવશ્ય મોશે પહોંચાડે. માટે કદાચ (નબળી હોજરીના કારણે) વર્ધમાન તપની ૧૦૦ ઓળી ન થાય, (નબળા શરીરથી) ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ ન થાય, ધારણા શક્તિ અને ક્ષયોપશમના અભાવે કદાચ ૧૪ પૂર્વધર કે આગમધર ન બની શકાય તો તે ચાલી શકે, પરંતુ સંયમી પર દુર્ભાવ ન થાય તેનું તો દરેક સ્થાન-સમય-સંયોગમાં અવશ્ય ધ્યાન રાખવું જ જોઈએ.
" Standing point મજબૂત હોય તો કૂદકો જેટલો ઊંચો મારવો હોય તેટલો ઊંચો મારી શકાય. માટે “મારે દ્વેષ નથી જ કરવો” આ Standing point ને આપણે મજબૂત કરીએ. દેશવિરતિથી સર્વવિરતિનો High jump અને પછી ક્ષપકશ્રેણિ રૂપ Highest jump મારવા માટે આપણું Standing point પોલાદી બનાવવું જ પડશે. આ Standing point મજબૂત બનાવી ૨૦ અસમાધિના સ્થાન છોડવામાં આપણે સફળ બનીએ તેવી પરમાત્માને પ્રાર્થના.
-૪૦૦