________________
કેવા કેવા તારક યોગો અને કેવી ઉદાત્ત ભાવના કેળવવાના ઉત્તમ આલંબનો આપણી સામે સહજતઃ ઉપસ્થિત છે ! તેના દ્વારા થનારી વિપુલ કર્મનિર્જરા અને વિશુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ ઉપર નજર કેન્દ્રિત કરવા, સ્પષ્ટ કરવા ટેલીસ્કોપ જેવી દષ્ટિ બનાવવી જ પડશે. આ ચાર દષ્ટિને સમકિતદષ્ટિ આત્મા કેળવવા માટે નિરંતર પ્રયત્નશીલ રહે છે. તો જ તેના બળથી તેનું સમ્યગ્દર્શન ટકી શકે, શુદ્ધ બની શકે, સ્થિર-બળવાન બની શકે. ચારિત્રની પ્રાપ્તિ - વૃદ્ધિ - શુદ્ધિ - સ્થિરતા વગેરે સમકિતની બળવત્તા વિના અશકય પ્રાય છે. માટે આ ચાર દષ્ટિ કેળવી મુક્તિપદને નિકટ બનાવો એ જ મંગલકામના.
(લખી રાખો ડાયરીમાં...)
ઉત્તમ ભૂમિકા = બીજાના પુણ્યવૈભવ અને ગુણવૈભવના દર્શને પ્રસન્નતા. મધ્યમ ભૂમિકા = બીજાના પુણ્યવૈભવને જોઈ ન શકે. અધમ ભૂમિકા = બીજાના ગુણવૈભવને પણ દેખી ન શકે. આપણે જે ભૂમિકાએ છીએ ત્યાંથી જિનાજ્ઞા મુજબ મોક્ષમાર્ગે આગળ વધાય તેવો યોગ્ય દૃષ્ટિકોણ અપનાવી જીવનને ઘડીએ એ જ સ્યાદ્વાદનો સાચો ઉપયોગ છે.
૬૧