________________
સરળ હોય તે જ શુદ્ધ અને સૂક્ષ્મ આલોચના કરી શકે. વક્ર હોય તે શુદ્ધ આલોચના પણ ન કરી શકે. આલોચના ન કરે તો અનંત સંસાર પણ વધી શકે - એમ ભક્તપરિજ્ઞા પયત્રામાં જણાવેલ છે. સરળ સાધકો આલોચના કરવા પોતાના આસનેથી ઊભા થઈને માત્ર ગુરુ પાસે જાય તો ગુરુ પાસે પહોંચતા પૂર્વે જ કેવળજ્ઞાન પામે. આ રીતે અનંતા સંયમીઓ કેવળજ્ઞાન પામી ગયા - એમ મહાનિશીથસૂત્રના પ્રથમ શલ્યોદ્ધાર અધ્યયનમાં જણાવેલ છે. તેથી નક્કી થાય છે કે સરળતા એ જ મોક્ષે જવાનો Short Cut + Super Cut + Sweet Cut + Swift Cut + Easy Cut + Safe Cut
આ જ કારણસર દશવૈકાલિકના ૩જા અધ્યયનમાં પણ કહેલું છે કે “નિ પાંથા ઉનુવંસિનો' ઋજુદર્શી = સરળદર્શી જ ખરા અર્થમાં નિર્ઝન્થ = ગાંઠ વગરના હોઈ શકે. હજારો માઈલ લાંબો દોરો હોય તો પણ તે સોયના નાના કાણામાંથી ઝડપથી પસાર થઈ શકે. પરંતુ તેના માટે એક શરત છે કે દોરામાં કોઈ ગાંઠ ન જોઈએ. તેમ ગમે તેટલા ભારે કર્મ બાંધેલા હોય તો પણ સાધક મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધી શકે. પણ તેની શરત છે કે સાધક સરળ હોવો જોઈએ. ગાંઠ નાનકડી હોય તો પણ તે ગાંઠ છે, દોરાને આગળ વધવા ન દે. તેમ વક્રતા નાની હોય તો પણ તે વક્રતા છે. તે વક્રતા સાધકને મોક્ષમાર્ગે આગળ વધવા ન દે. તેથી ભગવાનની દષ્ટિએ ખરા અર્થમાં નિગ્રંથ-નિગ્રંથી થવા માટે સરળ થવું અત્યન્ત અનિવાર્ય છે.
ભગવાની આજ્ઞા પણ એ જ છે કે સાચા બનો. સાચો તે જ બની શકે કે જે સરળ હોય. નિશીથ અને બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે કે- “નવિ વિડ્યુિં પુત્રીયં પરિસિદ્ધ વા વિ નિવેરિટિં
एसा तेसिं आणा कज्जे सच्चेण होअव्वं ।।
-- (જિમા.૬૨૪૮, ..મ.રૂરૂ રૂ૦)” -- ૨૭ -