________________
શકે. આનાથી ફલિત થાય કે ક્યારેક કટોકટીમાં વ્યવહારથી મહાવ્રતપાલન ન થાય તો પણ સાધુપણું ટકી શકે છે. પરંતુ તાત્ત્વિક યતિધર્મ ન હોય તો સાચું સાધુપણું ક્યારેય ન સંભવે. નક્કરતા - કઠણતા વગર જેમ વજ ન સંભવે તેમ તાત્ત્વિક યતિધર્મ વિના સંયમી ન જ સંભવે.
ચંદ્રકાંત મણિની હાજરીમાં અગ્નિ હોય તો કદાચ પ્રકાશ મળી શકે પણ રસોઈ બની ન શકે. તેમ કષાય, વિષયની હાજરીમાં મહાવ્રત પાલન હોય તો કદાચ સદ્ગતિ મળી શકે પણ પરમગતિ તો ન જ મળે. માટે આપણે તો યતિધર્મ માટે જ મહેનત વધુ કરવાની છે. પછી પાંચ મહાવ્રતના પાલનમાં ય અનેરો આનંદ આવે.
સંયમજીવન મકાન છે, મહાવ્રત એ થાંભલો છે અને યતિધર્મ એ દીવાલ છે. દીવાલ + છાપરા વિનાના કેવળ થાંભલાવાળા મકાનમાં શિયાળાની રાતે કે ઉનાળાના મધ્યાહ્ન કાળે રહેવાથી વિશેષ લાભ ન થાય, ઠંડી કે ગરમીથી રક્ષણ ન મળે. માટે ક્ષમા, નમ્રતા, સરળતા, પવિત્રતા વગેરે યતિધર્મને આત્મસાત કરવા વધુ લક્ષ રાખવું.
અનંત વાર મહાવ્રત પાળેલા છે. પરંતુ ૫/૭ ભવમાં પણ ક્ષાયોપથમિક ક્ષમા, નમ્રતા વગેરે યતિધર્મને મોક્ષના લક્ષથી હસ્તગત કર્યા નથી. માટે કહી શકાય કે તેવા ક્ષમા વગેરે યતિધર્મ અત્યંત દુર્લભ છે.
એક પણ નાનકડું છિદ્ર મહાકાય સ્ટીમરની તાકાત તોડી નાંખે તેમ ક્રોધ વગેરે કષાય સંયમ નૌકાની તાકાત ખલાસ કરી નાખે છે. સ્ટીમર સામે કિનારે જરૂર પહોંચાડે. પરંતુ છિદ્ર ન હોય અને યોગ્ય રીતે ચલાવતા આવડે તો જ. તેમ સંયમ જરૂર મોક્ષે પહોંચાડે પણ કષાય ન હોય અને અપ્રમત્તતા વગેરે હોય તો જ. આ લક્ષ્ય રાખીને સંયમજીવન જીવી રહેલા પરમપદને પામો એ જ પરમાત્માને પ્રાર્થના. .