________________
સેવન કરવું છે અને ઠપકો સાંભળવો નથી. (૩) માયા કરતા પકડાય તો જે પકડે તેની સાથે ઝઘડો કરે કે મને જ પકડો છો, બીજાને નહિ.”
જો આસક્તિ ન હોય તો (૧) જીવનમાં માયા ન આવે, (૨) નિષ્કારણ દોષિત વાપરે નહિ, (૩) સામેવાળા સમજીને પ્રાયઃ ટકોર કરે નહિ અને કદાચ કોઈ ટકોર કરે તો પોતે શાંતિથી વાત કરી શકે. દા.ત. અકસ્માત થયેલ મહાત્મા સાથે એબ્યુલન્સમાં બેસીને પોતે હોસ્પિટલ ગયા હોય એનો ખુલાસો પોતાને કોઈ પૂછે તો શાંતિથી આપી શકે. (૪) કારણ જાય પછી દોષને છોડી શકે. (૫) આત્મબળ = સત્ત્વ વધારી શકે.
જેને આસક્તિ ન હોય તેને સંઘર્ષ કરવાનું રહે નહિ. આપણે દોષિત વાપરીએ એમાં બીજા ટોકે અને આપણે ઉગ્રતા દેખાડીએ એનો અર્થ એ કે આપણને દોષનો પક્ષપાત છે. આ વાત તે સમયે સમજી શકીએ તો સામેનાની સાથે દ્વેષ, દુર્ભાવ, સંઘર્ષ થાય નહિ. બપોરે સકારણ સૂઈએ અને બીજાના અવાજથી ખલેલ પડે. ઊંઘ ઉડી જાય અને ગુસ્સો આવે તો સમજવું કે નિદ્રારૂપી દોષનો પક્ષપાત રહેલો છે.
આવા પ્રસંગે આસક્તિ ન હોય તો વિચાર આવે કે (૧) “સારું થયું કે ઊંઘ ઉડી ગઈ, (૨) બાજુવાળાએ સર્વઘાતિ પ્રકૃતિના વિપાકોદયની જેલમાંથી મને બચાવવાનું કામ કર્યું. આ વિચાર આપણને આરાધનામાં જોડાવે. તેના બદલે નિદ્રાની આસક્તિ હોય તો કોઈ ઉઠાડે તો પણ “ઉઠું છું.” એમ કહીને સૂઈ જાય અને “કાલથી દસ મિનિટ મોડા ઉઠાડજો' વગેરે સૂચના આપે. ઊંઘમાં ખલેલ પડવાથી સાધુ ઉપર દ્વેષ કરે તે પણ મિથ્યાત્વનો ઉદય છે. ગજસુકુમાળ મુનિને માથે સગડી સળગાવી ત્યારે વિચાર્યું કે “સસરા મને મોક્ષની પાઘડી પહેરાવે છે.” તો કેવળજ્ઞાન થયું. તેમ કોઈના અવાજથી ઊંઘ ઉડી જાય ત્યારે “નિદ્રારૂપ ઘાતિકર્મની સામે પડવાનું, તેને તોડવાનું બળ ઉભું થયું એમ વિચારીએ તો આત્મકલ્યાણ થાય. બાકી એમ માનવું પડે કે “ઘાતિકર્મનો ઉદય
૫૧૭